Ambalal prediction: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 4 જુલાઇથી એટલે કે આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે.  શકે છે. તેમની આગાહી અનુસાર આજે અને આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

Continues below advertisement

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે વડોદરાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મહીસાગર, લુણાવાડા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતા હોવાથી નદી-નાળાઓ નજીક રહેતા લોકો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવે છે.

Continues below advertisement

આ પણ વાંચો: Gujarat Weather Forecast: રાજ્યભરમાં મેઘમહેર, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ. તાપી, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમાનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરામાં મધ્યમ વરસાદનું અનુમાન છે. દાહોદ. પંચમહાલ આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા,.અરવલ્લી, મહેસાણા, સાંબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આવો જાણીએ ક્યાં કેટલું એલર્ટ જાહેર થયું છે. હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લામાં રેડ એલર્ટ સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

આ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર 

ભરૂચ, તાપી, નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને  ભારે પવન સાથે  વરસાદ વરસી શકે છે. 

આ જિલ્લામાં યલો એલર્ટ બીજી તરફ યલો એલર્ટ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદ જિલ્લામાં  મધ્યમથી ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.