અમદાવાદ:  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે પણ વરસાદ ભુક્કા બોલાવશે. તેમણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે, તેમણે ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી.  ભારે વરસાદ અંગે અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.   તેમના જણાવ્યા અનુસાર, જૂન 15થી રાજ્યમાં ભારે વરસાદ વરસશે. 

અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતાઓ વ્યક્ત કરવાની સાથે હવે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં પણ ડિપ્રેશન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ભારતના પૂર્વભાગમાં ભારે વરસાદ થાય તો તેની ગુજરાત પર કેવી અસરો થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ પણ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ

અંબાલાલે ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં પણ હલચલ ઉભી થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ભારતના પૂર્વભાગમાં ભારે વરસાદ થાય તો તેની ગુજરાત પર કેવી અસરો થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં 18મી જૂન અને બાદમાં  22મી જૂને લો પ્રેશર બનવાની શક્યતાઓ છે. આ લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં 26-30 જૂન દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.  

હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી 

ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

ગુજરાતમાં એક-બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે, પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હાલમાં જ  હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. હવામાનના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ચાર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.