Gujarat Rain Forecast: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, સવારે 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત રાજ્યના 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે દમણ અને દાદરા-નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યના 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે લોકોને ખાસ કરીને નદી-નાળાઓ, નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે. જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
ગુજરાતમાં આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે. 6 જિલ્લામાં અતિભારે તો 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. નોંધનિય છે કે, મધ્યપ્રદેશના વિદર્ભ વિસ્તારમાં બનેલા ડિપ્રેશન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સક્રિય ટ્રફના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.
આ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ
- અમદાવાદ
- આણંદ
- બોટાદ
- ભાવનગર
- રાજકોટ
- સુરેન્દ્રનગર
હવામાન વિભાગે આજે રાજ્યના અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર
- કચ્છ
- મોરબી
- અમરેલી
- ભરૂચ
- અરવલ્લી
- ગાંધીનગર
- સાબરકાંઠા
- મહેસાણા
- પાટણ
- બનાસકાંઠા
વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતી હોવાથી ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે ઉપરોક્ત જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. નોંધનિય છે કે ગાજવીજ સાથે વરસાદ વરસવાની સાથે પવનની ગતિ પણ વધી શકે છે. 50 કિમીની ઝડપે પવન ફુંકવાની સાથે આ 10 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.
આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ, ભાવનગર સિવાય સૌરાષ્ટ્રના તમામ કોસ્ટલ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ અમલમાં છે.
