હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે 24 થી 26 જુલાઈ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast: હાલ રાજ્યમાં કેટલાક જિલ્લામાં છૂટછવાયો હળવો વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાતે 24થી સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

- અંબાલાલ પટેલ: 24-26 જુલાઈએ ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ.
- મહેસાણા, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં 3-6 ઇંચ વરસાદ શક્ય.
- સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ સંભવ; આજે રાજ્યમાં હળવા ઝાપટાં.
- વરસાદ દરમિયાન નદી-નાળા ટાળી, સાવચેતી રાખવા સલાહ અપાઈ.
Gujarat Rain Forecast: : રાજ્યમાં ચોમાસું ફરી એકવાર જોર પકડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, 24થી 26 જુલાઈ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ વરસાદનું પ્રમાણ ખૂબ વધુ રહેવાની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે અમદાવાદ, વડોદરા અને આણંદના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને વડોદરા અને આસપાસના વિસ્તારોમાં 4 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. જો વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં 6 ઈંચ કે તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો વરસાદથી તરબોળ થઈ શકે છે. સાથે જ કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
સૌરાષ્ટ્રને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.
જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. ઉપરાંત દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં આગામી 2થી 3 દિવસ દરમિયાન 4 ઈંચ સુધીનો વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતે લોકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા, નદી-નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. સુરત,નવસારી,વલસાડ,ડાંગ,તાપી,દમણ અને દાદરા-નગર હવેલી આસપાસના વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે.
આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આજે અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે મધ્ય ગુજકાતના અનેક જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ઝોનમાં પણ હળવો વરસાદ પડી શકે છે. આજે અમદાવાદ,ગાંધીનગર,વડોદરા,આણંદ,ખેડા,પંચમહાલ,દાહોદ,ભરૂચ,નર્મદા રાજકોટ,જામનગર,મોરબી,જૂનાગઢ,ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,બોટાદ,સુરેન્દ્રનગર,કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
Frequently Asked Questions
આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની શું આગાહી છે?
અંબાલાલ પટેલ મુજબ કયા જિલ્લાઓમાં વધુ વરસાદની શક્યતા છે?
અંબાલાલ પટેલ મુજબ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં 4 થી 6 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ અને આણંદમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્ર માટે વરસાદની શું આગાહી છે?
ઉત્તર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં પણ આગામી 2-3 દિવસમાં 4 ઈંચ સુધીનો વરસાદ શક્ય છે.
ભારે વરસાદ દરમિયાન લોકોએ કઈ સાવચેતી રાખવી જોઈએ?
લોકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા, નદી-નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.






















