અમદાવાદ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદના નવા રાઉન્ડ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીના મધ્ય વિસ્તારમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. જે લો પ્રેશરમાં ફેરવાશે અને આ સિસ્ટમ વધારે મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર પણ બની શકે છે. આ કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  

Continues below advertisement

16 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની જોર વધશે

16 ઓગસ્ટથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.  આ સિસ્ટમની અસર 15 ઓગસ્ટથી જ ગુજરાત પર શરૂ થઈ શકે છે. ગાજવીજ સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. 16 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ જશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. 

Continues below advertisement

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી મુજબ 16 ઓગસ્ટથી લઈ 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ભારે પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગના મતે, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

આગામી 6 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધી શકે છે.

ગુજરાતમાં 16થી 18 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 15 અને 16 તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી લઈ હળવો વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.