શોધખોળ કરો

છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, 3 બુકાનીધારી ચૂંટાયેલા સભ્યોને ઉઠાવી ગયાનો AAPનો દાવો

આ દરમિયાન આમ આદમી પાર્ટીના ત્રણ ચૂંટાયેલા સભ્યો અચાનક ગાયબ થયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. AAPના આગેવાનોનો દાવો છે કે ત્રણ બુકાનીધારી ચૂંટાયેલા સભ્યોને અજાણ્યા લોકો ઉઠાવી ગયા છે., આ દાવાના કારણે રાજકારણ ગરમાયું છે. 

છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં  હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. આમ આદમી પાર્ટીના ત્રણ સભ્યો ગાયબ થયા હોવાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે.  છોટાઉદેપુર તાલુકા પંચાયતની સત્તા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. તાલુકા પંચાયતમાં ભાજપ અને AAPના 13-13 સભ્યો ચૂંટાતા સત્તા માટે ટાઈની સ્થિતિ સર્જાઈ છે.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના ત્રણ ચૂંટાયેલા સભ્યો અચાનક ગાયબ થયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. AAPના આગેવાનોનો દાવો છે કે ત્રણ બુકાનીધારી ચૂંટાયેલા સભ્યોને અજાણ્યા લોકો ઉઠાવી ગયા છે., આ દાવાના કારણે રાજકારણ ગરમાયું છે. 

આ પણ વાંચો:OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીનો PM મોદીને પત્ર, OBC સમાજ માટે અલગ મંત્રાલયની માગ

આ ઘટનાને લઈને તાલુકા પંચાયત કચેરી બહાર AAPના કાર્યકરો અને સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.  આમ આદમી પાર્ટીના એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કીને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટી હવે આ  સમગ્ર મામલે તપાસ કરવાની માંગ ઉઠાવી રહી છે. 

ચૂંટણીમાં  સર્જાયેલા આ રાજકીય ડ્રામાને લઈને જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. હવે ગાયબ સભ્યો અંગે શું હકીકત સામે આવે છે અને પ્રમુખપદની ચૂંટણીમાં કોણ બાજી મારી શકે છે તે પર સૌની નજર છે.છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં સર્જાયેલા આ ઘટનાક્રમે રાજકીય માહોલ વધુ ગરમાવ્યો છે. 

ઉલ્લેખનિય છે કે, આજે રાજ્યમાં 17 જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય સભા તથા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયાઓ યોજાઈ રહી છે。આ સાથે માંડલ સહિતની વિવિધ તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

માંડલ તાલુકા પંચાયતમાં સોમવારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત બાદ અમદાવાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પદાધિકારીઓની વરણીની ગતિવિધિઓ તેજ બની છે.

અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વિવિધ પદાધિકારીઓના નામો શુક્રવારે જાહેર કરાયા બાદ હવે તાલુકા પંચાયતોમાં પણ નામોની સત્તાવાર જાહેરાત અને ચૂંટણી પ્રક્રિયા ૨૫મી સોમવારે યોજાશે. જિલ્લા વિકાસ અધિકારીના ચૂંટણી જાહેરનામા અંતર્ગત આ પ્રક્રિયા થશે.

માંડલ તાલુકા પંચાયતમાં ભાજપે 16માંથી 10 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, જેથી ભાજપ સરકાર રચશે. પંચાયતી અધિનિયમ મુજબ, કુલ પાંચ વર્ષ માટે અઢી-અઢી વર્ષની બે ટર્મમાં અલગ-અલગ હોદ્દેદારોની નિમણૂક થાય છે. પ્રથમ અઢી વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા સોમવારે બપોરે તાલુકા પંચાયતના મીટિંગ હોલમાં યોજાશે. 

પાટણ તાલુકા પંચાયતની કમાન કોંગ્રેસે સોંપી મહિલાઓને

પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા કબજે કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની પસંદગી પૂર્ણ થઈ ગઈ છે.પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જીનલબેન પટેલની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મિત્તલબેન દેસાઈની વરણી કરવામાં આવી છે. પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂંક બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે 13 બેઠકો જીતતા સત્તા સ્થાપી હતી, જ્યારે ભાજપને માત્ર સાત બેઠકો મળી હતી.કોંગ્રેસે બહુમતીના આધારે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર પોતાની પસંદગીના ઉમેદવારોને બેસાડતા તાલુકા પંચાયત પર પોતાનો કબજો મજબૂત કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
Advertisement

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
Embed widget