hindenburg Research Report: અદાણી ગ્રુપ પછી હિંડનબર્ગ રિસર્ચે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે બ્લોક ઇન્કના શેર શોર્ટ કર્યા છે. રિસર્ચ ફર્મે કહ્યું હતું કે તેણે જેક ડોર્સીના નેતૃત્વ હેઠળની પેમેન્ટ કંપનીના શેર શોર્ટ કર્યા છે. હિંડનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કંપનીએ યુઝર્સની સંખ્યાને વધારીને બતાવી છે તો કસ્ટમર બનાવવા પર થયેલા ખર્ચે ઘટાડીને બતાવ્યા છે. હિંડનબર્ગનો અહેવાલ સામે આવ્યા પછી પ્રીમાર્કેટ ટ્રેડમાં બ્લોકના શેરમાં 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.






હિંડનબર્ગ રિસર્ચે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષની તપાસમાં તે જાણવા મળ્યું છે કે બ્લોકે વ્યવસ્થિત રીતે ડેમોગ્રાફિક્સનો લાભ લીધો છે જેનો તે મદદ કરવાનો દાવો કરે છે. અહેવાલ જણાવે છે કે બ્લોકના વ્યવસાય પાછળનો જાદુ ડિરપ્ટિવ ઇનોવેશન નથી પરંતુ તેનો ગ્રાહકો અને સરકારને છેતરવાનો હેતુ છે. ઉપરાંત, રેગ્યુલેશનથી બચવા, પ્રીડેટરી લોનના ડ્રેસઅપ, ક્રાંતિકારી ટેક્નોલોજી, રોકાણકારોને મૂંઝવણમાં મૂકવા અને મેટ્રિક્સને વધારીને રજૂ કરવામાં આવ્યું છે.


હિંડનબર્ગના જણાવ્યા મુજબ, તેમાં ભૂતપૂર્વ કર્મચારીઓ, ભાગીદારો અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે વાત કરી હતી જેઓ સામેલ હતા. તેણે નિયમનકારી અને મુકદ્દમાના રેકોર્ડ તેમજ FOIA અને જાહેર રેકોર્ડની પણ સમીક્ષા કરી હતી.


હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે જેક ડોર્સીએ 5 બિલિયન ડોલરનું સામ્રાજ્ય બનાવ્યું છે. ઉપરાંત, કંપનીએ આક્ષેપ કર્યો હતો કે ડોર્સી અને કંપનીના ટોચના એક્ઝિક્યુટિવએ એક અબજ ડોલરના શેર વેચ્યા છે. જેક ડોર્સી ટ્વિટરના કો-ફાઉન્ડર અને સીઈઓ રહી ચૂક્યા છે.


અગાઉ 24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપના શેરને શોર્ટ કર્યા હતા.  રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સ્ટોકમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ લગાવતો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શેરબજારમાં અદાણી ગ્રુપના લિસ્ટેડ શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ જાહેર થયા બાદ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ અદાણી ગ્રુપના તમામ 10 શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 19 લાખ કરોડથી ઘટીને રૂ. 7.11 લાખ કરોડ થયું હતું.


નાથન એન્ડરસનના નેતૃત્વમાં શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે અત્યાર સુધીમાં 17 કંપનીઓ પર રિપોર્ટ જાહેર કર્યા છે. 2017 થી વિશ્વભરની લગભગ 17 કંપનીઓમાં કથિત અનિયમિતતાઓ અંગેનો અહેવાલ બહાર પાડ્યો છે.