Banaskantha : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યુ પોઈન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મળતી માહિતી મુજબ ગુજરાતનું આ પહેલું બોર્ડર પોઈન્ટ છે જ્યાં સરહદની ફોટો ગેલેરી અને હથિયારો સહિતની ટેન્ક દર્શાવવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે નડાબેટમાં માત્ર BSFના જવાનો જ પ્રદર્શન કરશે, જેમાં પાકિસ્તાન આર્મી ભાગ નહીં લે. નડાબેટનો પોઈન્ટ ભારત-પાકિસ્તાન બોર્ડરથી 20થી 25 કિલોમીટર પહેલા જ બનેલો છે. નડાબેટ સૈનિકોની વાર્તાઓ આપણી સામે દૃષ્ટિબિંદુમાં રજૂ કરશે. સાથે જ આનાથી ગુજરાતના પ્રવાસનને પણ વેગ મળશે.
નડાબેટ ખાતે પર્યટનનો વિકાસ થશે : અમિત શાહે
આ તબક્કે ગૃહપ્રધાન શાહે સંબોધન કરતા કહ્યું કે સીમા દર્શન પ્રોજેકટની કલ્પના કરનાર મોદીજીનો આભાર માનું છું. માં ભારતીના સેવક એવા BSFના જવાનોને હું વંદન કરું છું. નડાબેટમાં મોદીજીની સીમા દર્શન પ્રોજેકટની પરિકલ્પના આજે પૂર્ણ થઈ છે. હવે નડાબેટમાં પર્યટનનો વિકાસ થશે અને સાથે રોજગારીની તકો ઉભી થશે. 10 વર્ષ પછી બનાસકાંઠાના 5 લાખ લોકોને રોજગારી મળી રહેશે.
એડવેન્ચર એરેના એક્ટિવિટી ઝોન બનાવ્યો
મળતી માહિતી મુજબ નિશાનના નામે એક આર્ટ ગેલેરી પણ છે. આ સિવાય એડવેન્ચર એરેના એક્ટિવિટી ઝોન પણ છે જેમાં ઝિપ-લાઈનિંગથી લઈને શૂટિંગ, ક્રોસબો, પેંટબોલ, રોકેટ ઈજેક્ટર વગેરેનો આનંદ લઈ શકાય છે. આ સાથે જ BSFને સમર્પિત એક મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મિગ-27 ફાઈટર એરક્રાફ્ટ અને BSF સ્તંભ છે.