HMPV Gujarat Entry News: કોરોના બાદ દુનિયાભરમાં તબાહી મચાવારા ખતરનાક વાયરસ HMPVને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારતમાં આજે બે કેસ કર્ણાટકમાં નોંધાયા હતા, હવે આ વાયરસની એન્ટ્રી ગુજરાતમાં પણ થઇ ચૂકી છે. અમદાવાદમાં HMPV વાયરસની એન્ટ્રી થઇ છે, પ્રથમ કેસ ચાંદખેડા વિસ્તારમાંથી સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આજે કોરોનાથી પણ ખતરનાક ગણાતા HMPV વાયરસનો કેસ સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં એક 2 વર્ષનું બાળક HMPV વાયરસથી સંક્રમિત થયુ હતુ, જેને બાદમાં ચાંદખેડા વિસ્તારની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં HMPV વાયરસની પુષ્ટી થઇ હતી. હાલમાં આ બે વર્ષનું બાળક સારવાર હેઠળ છે.
ચીનની સ્થિતિ પર ભારતની નજર -
ભારત ચીનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ભારત સરકાર પણ આ વાયરસને લઈને સતર્ક થઈ ગઈ છે. સરકારે HMPV અંગે એડવાઈઝરી પણ જાહેર કરી છે. સરકારે શ્વસન સંબંધી લક્ષણો અને ઈન્ફલ્યૂએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખવા સૂચનાઓ આપી છે. સરકારે કહ્યું કે ICMR સમગ્ર વર્ષ દરમિયાન HMPV વાયરસના વલણ પર નજર રાખશે.
ભારત સરકારે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલને મૉનિટરીંગ રાખવા જણાવ્યું છે. આ સિવાય ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ને પણ લેટેસ્ટ અપડેટ્સ શેર કરવા કહ્યું છે. સરકારનું કહેવું છે કે તે શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
HMPV વાયરસના લક્ષણો
કોરોના જેવા લક્ષણો દેખાય
વધુ તાવ અને ઉધરસ આવવી
શ્વાસ લેવામાં તકલીફ પડવી
ફેફસામાં ચેપ લાગવો
નાક બંધ થઇ જવું
ગળામાં ઘરઘરાટી આવવી
સંપર્ક દ્વારા ફેલાય છે
HMPV વાયરસ શું છે ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, HMPV વાયરસ છેલ્લા ઘણા દાયકાઓથી હાજર છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, 2001માં નેધરલેન્ડ્સમાં તેની પ્રથમ ઓળખ થઈ હતી. શ્વસન રોગોવાળા બાળકોના નમૂનાઓમાં વાયરસની પુષ્ટિ થઈ હતી. HMPV એ પેરામિક્સૉવિરિડે પરિવારનો વાયરસ છે. આ વાયરસ દરેક ઋતુમાં હવામાં હોય છે. તે ચેપગ્રસ્ત લોકોની ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે. શિયાળામાં તેના વધુ ફેલાવાનો ભય રહે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે એચએમપીવી વાયરસ 1958 થી વ્યાપકપણે ફેલાયો હતો.
આ પણ વાંચો
ચીનમાં ફેલાયેલો વાયરસ HMPV કોરોના જેવી મહામારીની સ્થિતિ સર્જશે? જાણો શું કહે છે એક્સ્પર્ટ