HMPV Virus: ચીનમાં ફેલાયેલા HMPV વાયરસ મામલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું. રાજ્યના આરોગ્ય વિભાગે HMPV વાયરસ મામલે માર્ગદર્શિકા બહાર પાડી હતી. નોંધનીય છે કે ભારતમાં આ વાયરસનો પ્રથમ કેસ બેંગલુરુમાં નોંધાયો હતો. એક આઠ વર્ષની બાળકી આ વાયરસથી સંક્રમિત થઇ હતી.

Continues below advertisement

આરોગ્ય વિભાગે સ્વીકાર કર્યો હતો કે હાલમાં હાલમાં ગુજરાતમાં આ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગે લોકોને સલાહ આપી હતી કે ઉધરસ કે છીંક આવે તો મોઢું અને નાક રૂમાલથી ઢાંકવું જોઇએ. બીમાર હોવ તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઇએ. શ્વાસ ને લગતા લક્ષણ જણાય તો તબીબોનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગે સલાહ આપી હતી. શિયાળાની ઋતુ દરમિયાન નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV જેવા લક્ષણ દેખાય તો નિદાન કરાવવા અપીલ કરવામાં આવી હતી.

ભારતમાં નોંધાયો પ્રથમ કેસ

Continues below advertisement

બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. નોંધનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે. HMPV તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે. આ વાયરસનો સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

HMPV વાયરસ કેટલો ખતરનાક છે?

રિપોર્ટ અનુસાર, HMPV ફ્લૂ જેવા લક્ષણો દર્શાવે છે. તે કોવિડ-19 જેવી જ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ચીનની ડિસિઝ કંન્ટ્રોલ ઓથોરિટીએ શુક્રવારે કહ્યું કે તે અજાણ્યા પ્રકારના ન્યૂમોનિયા માટે સર્વેલન્સ સિસ્ટમ ચલાવી રહ્યું છે. શિયાળામાં શ્વાસ સંબંધી રોગોમાં વધારો થવાની સંભાવના છે. તેની સાથે વ્યવહાર કરવા માટે એક ખાસ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીની અધિકારીઓ આ વાયરસથી ચિંતિત છે. લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે.

 HMPV વાયરસના લક્ષણો

  1. કોરોના જેવા લક્ષણો
  2. શરદી અને ઉધરસ
  3. તાવ અને ઉધરસ

HMPV વાયરસ શું છે?

હ્યુમન મેટાન્યૂમોવાયરસ એ આરએનએ વાયરસ છે. તે ન્યૂમોવાયરિડે પરિવારના મેટાન્યૂમોવાયરસના ક્લાસ સાથે જોડાયેલું છે. તે 2001માં ડચ સંશોધક દ્વારા પ્રથમ વખત શોધવામાં આવ્યો હતો. અભ્યાસો દર્શાવે છે કે આ વાયરસ ઓછામાં ઓછા 60 વર્ષથી અસ્તિત્વમાં છે. આ એક સામાન્ય શ્વસન સમસ્યા છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે.

HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત