ગાંધીનગર:  રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂને લઈ મોટી જાહેરાત કરી છે. રાજ્યના 8 મહાનગરોમાં તારીખ 30-10-2021થી 30-11-2021 સુધી દરરરોજ રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવામાં આવી છે.  પહેલા કર્ફ્યૂ રાત્રિના 12 વાગ્યા સુધી હતું.


30 નવેમ્બર સુધી રાત્રી કરફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  8 મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  રાત્રિ કરફ્યુ ઘટાડી રાત્રે 1 થી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.  સ્પા સેન્ટરો સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી નિયમોનુસાર ચાલી રાખી શકાશે.


તમામ દુકાનો વાણિઝ્યક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડીક ગુજરી બજાર, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.


ગુજરાતમાં દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના પગલે સરકારે રાત્રિ કરફ્યુમાં છૂટછાટની જાહેરાત કરી છે. જેમાં 30 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર અને જામનગર આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુમાં રાત્રે 1 કલાકથી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે.


નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમોનેપણ મંજૂરી આપી દેવામાં આવી છે જેથી બેસતા વર્ષ દરમિયાન 400 લોકો સુધી સ્નેહમિલન કાર્યક્રમો યોજવા પરમીશન આપી દેવામાં આવી છે.સાથે જ સિનેમા હોલને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા 50%ની ક્ષમતા સાથે ચાલતા સિનેમા ઘરો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. આવનારા 30 નવેમ્બર સુધી જાહેરનામું લાગુ રહેશે.જ્યારે 30 ઓકટોબરથી જાહેરનામું લાગુ પડશે.


રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 12 વાગે સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે સિનેમા હૉલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત નૂતનવર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કોરોના ગાઈડ લાઇન મુજબ કરી શકાશે.નૂતન વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ કોરોના ગાઇડ લાઇન મુજબ મહત્તમ 400 લોકોની ક્ષમતામાં યોજી શકાશે. જેમાં બંધ સ્થળોએ ક્ષમતાના 50 ટકા મુજબ આયોજિત કરી શકાશે.


જો કે સ્પા સેન્ટરો સવાર નવથી રાતના નવ વાગે સુધી જ ચાલુ રાખી શકાશે. જ્યારે છઠ્ઠ પૂજામાં પણ મહત્તમ 400 લોકોની મર્યાદામાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે.