કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગઈકાલે રાત્રે જ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે. આજે અમિત શાહ અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
અમિત શાહના આજના ગુજરાતના પ્રથમ દિવસે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર બનેલ વૈષ્ણવદેવી ફલાય ઓવરના લોકાર્પણ કર્યું છે અને હવે તેઓ ખોડીયાર કન્ટેનર જંકશન બ્રિજનુ લોકાર્પણ કરશે.
અમિત શાહનો આજનો કાર્યક્રમ
સવારે સવા નવ વાગ્યે અમિત શાહ અમદાવાદના બોડકદેવના પંડિત દીનદળાય ઉપાધ્યાય હોલ પર વેક્સિનેશન કેંદ્રની મુલાકાત લેશે. અડધો કલાકના કાર્યક્રમ બાદ અમિત શાહ પોણા દસ વાગ્યે વૈષ્ણદેવી ફ્લાયઓવરનું અને અંદાજે દસ વાગ્યે ખોડિયાર કંટેનર ફ્લાયઓવરનું લોકાર્પ કરશે.
સવારે સાડા દસ વાગ્યે અમિત શાહ પાનસર-છત્રાલ રોડ રેલવે ઓવરબ્રિજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને દસ વાગ્યાને 45 મિનિટે કલોલ સ્થિત એપીએમસીના નવીનીકરણ અને મકાનનું લોકાર્પણ કરશે. બપોરે સાડા બાર વાગ્યે કોલવડા પર ચાલતા પે સેંટર શાળાના વેક્સિનેશન સેંટરની મુલાકાત લેશે. બપોરે બાર વાગ્યાને 45 મિનિટે અમિત શાહ રૂપાલ પ્રાથમિક હેલ્થ સેંટર પર મુલાકાત લેશે.
બપોરે એક વાગ્યાની આસપાસ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ પર પહોંચશે. જ્યાં અમિતશાહ રાજ્ય સરકારના મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરશે. જેમાં કોરોના સંક્રમણ કામગીરી, ત્રીજી લહેર અંગેના રાજ્યનું આયોજન અને રાજ્યની વિકાસ યોજના સંદર્ભે ચર્ચા કરશે.
સર્કિટ હાઉસ પર બેઠક પૂર્ણ કર્યા બાદ અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત માટે રાજભવન જાય તેવી શક્યતા છે.