વલસાડમાં પત્નીના ત્રાસથી પતિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, વલસાડમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરતા અગાઉ યુવકે વીડિયો રેકોર્ડ કર્યો હતો જેમાં તેણે પોતાની પત્ની અને સાસરિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા.


વીડિયોમાં યુવકે આરોપ લગાવ્યો હતો કે પોલીસ પણ કોઇ મદદ ન કરતી નથી. આત્મહત્યા કરતા પહેલા યુવકે રેકોર્ડ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


યુવકને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલના ખસેડાયો હતો. યુવકે મોત થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પત્ની અને સાસરીયાની હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું. વલસાડ રેલવે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.


Ahmedabad: અમદાવાદીઓને ટ્રાફિક સિગ્નલ પર ધોમધખતા તાપમાં નહીં શેકાવું પડે, ઘરે મેમો પણ નહીં આવે, જાણો પોલીસે શું લીધો નિર્ણય


અમદાવાદ: હાલમાં ઉનાળોના આકરો તાપ લોકોને દઝાડી રહ્યો છે. ખાસ કરીને બપોરના સમયે લોકોને વધુ હાલાકી પડે છે. તો બીજી તરફ બપોરના સમયે જ્યારે વાહન ચાલકો શહેરના રસ્તાઓ પર નિકળે છે ત્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાના કારણે ઉભા રહેવું પડે છે. આ દરમિયાન લોકોને આકરા તાપમાં શેકાવું પડે છે. જો કે, આ સમસ્યાનું સમાધાન તંત્રએ શોધી કાઢ્યું છે. આજથી 127 ટ્રાફિક સિગ્નલ બપોરના 12 થી 4 બંધ રાખવાનો પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 


વધતી ગરમીના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બંધ સિગ્નલ ઉપર વાહનચાલકોને મેમો ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 55થી વધુ સિગ્નલ ઉપર સેકન્ડ પણ ઘટાડવામાં આવી છે. અલગ અલગ પ્રશાસન દ્વારા ગરમીથી બચવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. બગીચા વિભાગ દ્વારા પણ શહેરના બગીચા રાતે 11 કલાક સુધી ખુલ્લા રખાશે. 


યુવરાજસિંહ જાડેજાએ પોતાની હત્યા કરવાના ષડયંત્રની આશંકા વ્યક્ત કરી


ભાવનગરઃ ડમી કાંડમાં તોડ કાંડ મામલે યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થશે. યુવરાજસિંહ મંદિરમાં દર્શન કર્યા બાદ પગપાળા કૂચ કરી એસઓજી પહોંચી રહ્યા છે.  યુવરાજસિંહે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને હેરાન ના કરો. હું તમામ પ્રશ્નોના જવાબ આપીશ. હું તપાસમાં સહયોગ કરીશ.


ભાવનગર એસઓજી સમક્ષ હાજર થતા અગાઉ યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેનો પર્દાફાશ કરીશ. અમે જેટલા નામો આપીએ છે તેની તપાસ પોલીસ કરતી નથી.યુવરાજસિંહે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. યુવરાજે કહ્યું હતું કે મોટા રાજકીય માથાઓ અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર આપી હતી