પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડાયાલિસિસના ભાવમાં ઘટાડાને લઈ સરકાર અને ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશનનો વિવાદ વધુ વકર્યો છે. મંત્રણા પાડી ભાગતા નેફ્રોલોજીસ્ટ એસોસિએશને આજથી 16 ઓગસ્ટ સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ એસોસિએશનના હોદ્દેદારોનો આરોપ છે કે PMJAYના લાભાર્થીઓને સારવાર નહીં આપો તો હૉસ્પિટલનું જોડાણ રદ કરી દેવામાં આવશે અને સરકાર પાસેથી લેણા નીકળતા નાણા પણ અટકાવી દેવામાં આવશે તેવી ચીમકી મળી રહી છે.


આયુષ્યમાન યોજના હેઠળ ડાયાલિસિસ માટે ખાનગી હૉસ્પિટલને બે હજાર ચૂકવાય છે. પરંતુ આ રકમ ઘટાડીને એક હજાર 1650 કરવામાં આવી છે.  એટલે કે 17 ટકાનો ઘટાડો કરાયો છે. જેથી એસોસિએશને ત્રણ દિવસ ડાયાલિસિસ બંધ રાખવાનું એલાન કર્યું છે.


નોંધનીય છે કે, 2015 થી જુલાઈ 2023 સુધી ડાયાલિસિસનો ભાવ 2300 હતો, જેમાંથી 2 હજાર ડોક્ટર ને અને 300 રૂપિયા ટ્રાન્સપોર્ટના આપવામાં આવતા હતા. જે ભાવમાં જુલાઈ 2023 માં ઘટાડો કરવામાં આવ્યો, એટલે જુલાઈથી 1950 થયા, જેમાંથી હૉસ્પિટલને 1650 મળતા હતા. ડોક્ટરોની માંગ છે કે આ ડાયાલીસીસના પેકેટ ની કિંમત 2500 કરવામાં આવે, જેથી ડોક્ટર ને 2200 મળે જ્યારે દર્દીને ટ્રાન્સપોર્ટેશનના રૂ.300 મળે.


જ્યારથી ગુજરાત રાજ્યમાં PMJAY ડાયાલીસીસ યોજના શરૂ થઇ ત્યાર થી લાખો દર્દી ઓ તેના લાભ હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલો માં ફ્રી ડાયાલીસીસ સારવાર સારી ગુણવત્તા સાથે લઇ રહ્યા છે. ગુજરાત રાજ્ય માં એક વર્ષ માં 1.3 કરોડ PMJAY ડાયાલીસીસ સારવાર થાય છે, જેમાંથી 1.02 કરોડ (78%) PMAJY ડાયાલીસીસ પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા કરવામાં આવે છે.


ગુજરાત માં મોટા ભાગના ડાયાલિસિસ ના દર્દીઓ PMJAY યોજના અંતર્ગત જ ડાયાલિસિસ કરાવે છે. આ યોજના હેઠળ ચાલતા પ્રાઇવેટ સેન્ટરમાં ડાયાલિસિસની સાથે સાથે દવાઓ અને ઇન્જેકશનો, લેબ રીપોર્ટસ, સેન્ટ્રલ એસીની સુવિધા, ખાવાપીવાની સુવિધા, આવા જવાના ૩૦૦ રૂપિયા અને કિડનીનાં નિષ્ણાત સાહેબ દ્વારા તપાસ આ બધું જ મફત આપવામાં આવે છે.


PMJAY યોજના માં માત્ર ગુજરાત રાજ્યમાં જ ડાયાલીસીસ ફિલ્ટર સિંગલ ટાઈમ યુઝ કરવા નો નિયમ છે જેના થી હોસ્પિટલને ડાયાલીસીસ ની cost બીજા રાજ્ય કરતા માસિક ૪ થી ૫ હજાર જેટલી વધી જાય છે, અને તેનાથી બાયોમેડિકલ વેસ્ટ પણ ૧૦ ગણો વધી જાય છે.


આ ભાવ માં હવે પ્રાઇવેટ માં ૧ કરોડ જેટલા ડાયાલિસિસ મફત કરતા સેન્ટરો ને હવે ડાયાલિસિસ યોજના બંધ કરવા સિવાય હવે કોઈ છૂટકો જ નથી. આના વિરોધ માં ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન અને હોસ્પિટલ રીપ્રેઝન્ટેટિવ દ્વારા હેલ્થ મિનિસ્ટર રિષિકેશભાઈ પટેલ તેમજ PMJAY ના અધિકારીઓ ને રજૂઆત કરવામાં આવી હતી. હેલ્થ મિનિસ્ટર તાકીદે નિવારણ કરવાનું આશ્વાસન આપેલું. વારંવાર PMJAY અધિકારીઓ ને રજૂઆત કરવા છતાં કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી. એક મહિના જેટલો સમય વીતી જવા છતાં કોઈ સોલ્યૂશન ના આવતા ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા તારીખ ૧૪ ઓગસ્ટ થી તારીખ ૧૬ ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાત રાજ્ય માં PMJAY ડાયાલિસિસ બંદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ડાયાલીસીસ દર્દીઓ પણ સરકાર ના ડિસિઝન થી નારાજ છે. IMA દ્વારા પણ આ બાબત માં અમને સમર્થન મળેલ છે તેમજ IMA દ્વારા CM સાહેબ ને પણ રજૂઆત કરવામાં આવેલ છે.