Kutch: કચ્છ જિલ્લામાં દાદાનું બુલડોઝર ફરી એકવાર ચાલ્યું હતું.  છેલ્લા ઘણા સમયથી કચ્છ જિલ્લામાં સરકારી જગ્યા પર થયેલા દબાણો તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે ખાવડા, અબડાસા, અંજાર બાદ નખત્રાણામાં દબાણ તોડી પાડવામાં આવ્યા હતા. નખત્રાણા સર્કિટ હાઉસ પાસે સરકારી જમીન પર કાચા અને પાકા મકાનો બનાવાયા હતા. જ્યાં પ્રશાસનની ટીમે કડક પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી અને તમામ દબાણો દૂર કર્યા હતા.


નખત્રાણામાં સરકારી જમીનો પરથી દબાણો દૂર કરાયા હતા. 5815 ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરાયા હતા. નાના મોટા 19 દબાણો દૂર કરી 1 કરોડની જમીન ખાલી કરાવી હતી. સરકારી જમીન પરના કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.


ત્રણ મદરેસાઓને પણ તોડી પડાયા હતા


કચ્છના ખાવડામાં ગેરકાયદેસર બનેલી ત્રણ મદરેસાઓ પર બૂલડૉઝર કાર્યવાહી કરાઇ છે, આ ત્રણેય મદરેસાઓને તોડી પડાયા છે. કચ્છ અને જામનગર જિલ્લામાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને બૂલડૉઝર ફેરવ્યુ છે.


જિલ્લાના ખાવડામાં ગેરકાયદેસર ચાલતા મદરેસા પર બૂલડૉઝર ફરી વળ્યુ છે, અને સરકારી જમીન પર બનેલા ત્રણ મદરેસાને જમીનદોસ્ત કરાયા છે. જામકુનરીયા, કુરન ગામમાં આ બૂલડૉઝર કાર્યવાહી કરાઇ છે. કચ્છ ઉપરાંત જામનગર અને દ્વારકામાં પણ દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. દરિયાઈ પટ્ટીપર થયેલા દબાણો દુર કરવાની સરકારની નેમ છે. ખાસ વાત છે કે, જામનગરમાં ગઈકાલે અસામાજિક તત્વોના અડ્ડા બૂલડૉઝર ફરી વળ્યુ હતુ. સર્વે અને નક્શાઓનો અભ્યાસ બાદ આ તમામ ગેરકાયદે નિર્માણો પર કાર્યવાહી થઇ રહી છે. ગુજરાત પોલીસની પણ આ સમયે ખુબ જ પ્રસંશા થઇ રહી છે. સરકારી જમીન પર દબાણ કરનારાઓને નહીં છોડવાની સરકારની નીતિ છે.


આ પહેલા ભચાઉમાં દબાણ હટાવો કામગીરી થઇ હતી


કચ્છ જિલ્લામાં ફરી એકવાર તંત્ર દ્વારા મેગા ડિમૉલેશનની કામગીરી શરૂ કરાઇ છે. આજે વહેલી સવારથી જ ભચાઉના શિકારપુરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણને હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને તંત્રએ બૂલડૉઝર ઓપરેશન શરૂ કર્યુ છે.