દાહોદ મનરેગા કૌભાંડથી છબી ખરડાતી હોવાનો સરકારે માન્યું છે. એવું તે પરથી કહી શકાય કારણ કે, 15 ઓગષ્ટના ધ્વજવંદનના સરકારી કાર્યક્રમાં બચુ ખાબડને બાકાર રખાયા છે. તેથી હવે મંત્રી બચુ ખાબડના હસ્તે ધ્વજવંદન નહીં થાય ઉલ્લેખનિય છે કે,સછેલ્લા 85 દિવસથી કેબિનેટ સહિત ગાંધીનગરમાંથી ગાયબ છે.માત્ર તાલુકા કક્ષાના સરકારી કાર્યક્રમોમાં જ ખાબડ હાજર રહે છે
આ ઘટના પરથી સવાલ ઉઠવા સ્વાભાવિક છે કે, શું મંત્રીમંડળમાંથી બચુ ખાબડની બાદબાકી નક્કી છે,શું બચુ ખાબડની બાદબાકી સાથે મંત્રી મંડળ વિસ્તરણ થવાનું છે?. શું બચુ ખાબડ પણ ભ્રષ્ટાચારમાં પરોક્ષ રીતે સામેલ છે? શું બચુ ખાબડના દીકરાઓના કારણે ખરડાઈ છે સરકારની છબી?
શું સરકાર માની ચૂકી છે કે બચુ ખાબડ પરોક્ષ રીતે પણ છે સામેલ?શું મનરેગા ભ્રષ્ટાચારમાં પુત્રોને મળ્યો હતો બચુ ખાબડનો સાથ? કેબિનેટની બેઠકોમાં ગેરહાજરી, ધ્વજવંદન નહીં કરાવવું તો મંત્રીમંડળમાંથી આઉટ ક્યારે? શું બચુ ખાબડની એગ્ઝિટનો ગોઠવાઈ ચૂક્યો છે તખ્તો? આ તમામ સવાલો હાલ રાજકારણના વતુર્ળમાં ચર્ચાઇ રહ્યાં છે.
બચુ ખાબડ સાથે જોડાટેલ મનરેગા કૌભાંડ શું છે?
દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં આચરવામાં આવેલા રૂ. 71 કરોડના કથિત કૌભાંડમાં અનેક મોટા માથાંની સંડોવણી સામે આવી હતી. આ કેસમાં મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડ, સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
કૌભાંડની શરૂઆત કેવી રીતે થઈ?
આ કૌભાંડ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં સામે આવ્યું હતું. વર્ષ 2021 થી 2024 દરમિયાન મનરેગા યોજનામાં L1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને આશરે ₹70 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી હતી. સરકારી અધિકારીઓ, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલીભગતથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.
પોલીસ તપાસ અને ધરપકડ
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એ. પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, જિલ્લા પંચાયતના આદેશથી દેવગઢ બારિયાના કૂવા, રેઢાણા અને ધાનપુરના સીમામોઈ ગામમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કેટલાંક કામો અધૂરા જણાયા હતા.
- દેવગઢ બારિયાના બે ગામોમાં 28 એજન્સીઓને ખોટી રીતે ₹60.90 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.
- ધાનપુર તાલુકાના કામો માટે 7 બિન-અધિકૃત એજન્સીઓને ₹10.10 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.
પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને ચાર કર્મચારીઓની ધરપકડ કરી હતી. જેમાં દેવગઢ બારિયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ, તેમજ ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલિયાનો સમાવેશ થતો હતો. જેમ જેમ તપાસ આગળ વધી, તેમ તેમ મોટા માથાંની સંડોવણી ખુલ્લી પડતી ગઈ અને મંત્રીના પુત્રોની પણ ધરપકડ થઈ.