રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ રજા લઇ શકશે
ભારત-પાક તણાવ અને યુદ્ધની પરિસ્થિતિના પગલે લઈ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી હતી.

ગાંધીનગર: ભારત-પાક તણાવ અને યુદ્ધની પરિસ્થિતિના પગલે લઈ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી હતી. આ સિવાય તમામ કર્મચારીઓને તાત્કાલિક હાજર થવા આદેશ કરાયા હતા, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ જતા તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓને રજા લઈ શકશે તેવો પરિપત્ર કરાયો છે. ભારત-પાક વચ્ચે તણાવની સ્થિતિ બાદ રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરી, તાત્કાલિક ફરજ સ્થળે હાજર થવાના આદેશ કર્યા હતા.
હાલ તો પરિસ્થિતિ સામાન્ય બની જતા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કરી સરકારી કર્મચારીઓ-અધિકારીઓને રજા લઈ શકશે તેવો પરિપત્ર કરાયો છે. રાજ્ય સરકારના નિર્ણય બાદ સરકારી કર્મચારીઓમાં ખુશી લાગણી પ્રવર્તી છે. જો કે, તમામ લોકોએ અનિવાર્ય સંજોગોમાં ફરજ પર હાજર થવું પડશે.

બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી.
10મેના રોજ બન્ને દેશોએ સીઝ ફાયરની જાહેરાત કર્યા બાદ હવે જનજીવન સામાન્ય બન્યું છે. જેથી સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવાનું રહેશે.
રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર 14 સામે ફરિયાદ
રાજ્યમાં ઓપરેશન સિંદૂર વિશે રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર 14 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ઓપરેશન સિંદૂરને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી લખાણ લખનાર 14 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. જે 14 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સૈન્યનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરાઇ હતી.
સોશિયલ મીડિયા પર દેશવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી કે અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહીની ગૃહ વિભાગે સૂચના આપી હતી. ગુજરાત પોલીસની પણ આવી પ્રવૃતિઓ કરનાર સામે ખાસ નજર રાખી રહી હતી. આ દરમિયાન 14 લોકોએ રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરી હોવાનું ધ્યાને આવતા તમામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લામાં 2, ભુજમાં 2, જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરામાં 1-1 તત્વો સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી લખાણ લખનાર 14 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયા પર દેશવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી કે અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહીની ગૃહ વિભાગે સૂચના આપી હતી. ગુજરાત પોલીસની પણ આવી પ્રવૃતિઓ કરનાર સામે ખાસ નજર રાખી રહી હતી. આ દરમિયાન 14 લોકોએ રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરી હોવાનું ધ્યાને આવતા તમામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લામાં 2, ભુજમાં 2, જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરામાં 1-1 વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.





















