બનાસકાંઠા: સરદીય વિસ્તારની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. થરાદની જમડા પુલ પાસે યુવકે જમ્પ લગાવ્યા હોવાની ઘટના સામે આવી સામે છે. થરાદ ફાયર બ્રિગેડ ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો છે. મૃતક યુવક લાખણીના ગણતા ગામનો હોવાની વાત સામે આવી છે. મૃતક યુવકની ઉંમર ૩૮ વર્ષની હતી. બે બાળકીના પિતાએ કેનાલમાં જમ્પ લગાવવાનું કારણ અકબંધ છે. મૃતદેહ બહાર કાઢી વાલી વારસાને સોંપવામાં આવ્યો છે. પોલીસ તપાસ બાદ જ યુવકના મોતને લઈને સાચી હકિકત સામે આવશે.


વાવાઝોડાને લઈને ગુજરાતમાં વરસાદની આગાહી


હવામાન વિભાગે  વાવાઝોડાને લઈને વરસાદની આગાહી કરી છે.  આગામી પાંચ દિવસ વરસાદ પડી શકે છે.  આજે વલસાડ, સુરત, નવસારીમાં વરસાદની શક્યતા છે.   સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  બે દિવસ 30થી 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.  આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.  13થી 15 જુન વચ્ચે દરિયા કાંઠે 40થી 50 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.   આવતીકાલથી ધીમે ધીમે પવનની ઝડપ વધશે. હાલ તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 


અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી બે દિવસ દરમિયાન પવન 35થી 45 કિમીની ઝડપે ફૂંકાશે. આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિમી થવાની સંભાવના છે. આજે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. 


પોરબંદર દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા


બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે ગીર સોમનાથના વેરાવળ સમુદ્ર કિનારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બીપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાનમાં અચાનક પલટો આવી ગયો છે. 



જામનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરુ


તો બીજી તરફ જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. એક તરફ તડકો અને બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનથી વૃક્ષો હચમચી ગયા છે. જામનગર શહેરના ટાઉનહોલ, બેડીગેટ, લાલબંગલા સહિતના વિસ્તારમાં જોવા વરસાદ અને પવન જોવા મળી રહ્યો છે. જો કે શહેરના અન્ય વિસ્તારોમાં હજુ સુધી કોઈ અસર જોવા મળી નથી. ભારે પવન અને દરિયામાં જોવા મળેલા કરંટના કારણે યાત્રાધામ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. આવતીકાલે 11 જૂનથી નવો નિર્ણય ન આવે ત્યાં સુધી ફેરી બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.