બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીઓની જાસૂસી કાંડમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. બનાસકાંઠા LCBએ ત્રણ આરોપીઓની આ મામલે ધરપકડ કરી હતી. આરોપીઓ ખાણખનીજ વિભાગના વાહનો પર GPS લગાવી કરતા જાસૂસી કરતા હતા. વોટ્સએપ ગ્રુપથી અધિકારીઓની માહિતી પહોંચાડવાનો પણ તેમના પર આરોપ છે. આરોપીઓના મોબાઈલ જપ્ત કરી તપાસ માટે FSLમાં મોકલાયા હતા.


ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી પર GPS અને જાસૂસી કાંડમાં લોકલ ક્રાઈમ બ્રાંચ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.  પોલીસે આરોપીઓના મોબાઈલ કબ્જે લઈ તપાસ અર્થે FSLમાં મોકલ્યા હતા. જ્યારે પકડાયેલા ત્રણ શખ્સની પૂછપરછ શરૂ કરી છે.  ત્રણેય શખ્સ પર આરોપ છે કે સરકારી અધિકારીની ગાડી પર GPS અને વ્હોટ્સએપ ગ્રુપ થકી સરકારી ગાડીઓની જાસૂસી કરતા હતાં.


નોંધનીય છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ગાડી ક્યા રૂટ પર થઇ રહી છે તે જાણવા ટ્રેકર લગાવ્યું હતું. ગાડી સર્વિસ માટે આપતા GPS ટ્રેકર લગાવ્યાનો ખુલાસો થયો હતો.  પાટણ ખાણ ખનીજની બોલેરો ગાડીમાં કોઈએ ખાનગી GPS સિસ્ટમ લગાવી હતી.


નોંધનીય છે કે મહેસાણા જિલ્લામાં ખનિજ વિભાગના અધિકારીઓની પણ જાસૂસી કરવામાં આવી હતી. આ મામલે મહેસાણા પોલીસે બે ખનિજ માફિયાની ધરપકડ કરી હતી. આ માફિયાઓ ભાડૂતી માણસો રાખી અધિકારીઓની જાસૂસી કરાવતા હતા.

પોલીસે આ મામલે વોટસઅપ ગ્રુપ ચલાવનાર બે લોકોની ધડપકડ કરી હતી જેમાં કડીના કુંડાલ ગામનાં રેમશ વણઝારા અને દિનેશ વણઝારાનો સમાવેશ થાય છે. જેઓ વોટસઅપ ગ્રુપ બનાવી અધિકારીઓની રેકી કરતા હતા. જો કે અલગ અલગ વોટસઅપ ગ્રુપમાં 1200થી વધુ ખનિજ માફિયાને તે માહિતી મોકલવામાં આવતી હતી જો કે પોલીસ તપાસમાં હાલ એ પણ સામે આવ્યુ છે કે છેલ્લા ત્રણ મહિનાથી આ રીતે ખનિજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરાતી હતી.       


અગાઉ પંચમહાલ જિલ્લામાં પણ સરકારી અધિકારીઓની જાસૂસી મામલે 35 શકમંદ ઇસમોની અટકાયત કરાઇ હતી.
વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી સરકારી વાહનો અને અધિકારીઓની જાસૂસી કરાતી હતી. 13 ડિસેમ્બર નાં રોજ કાલોલના ચલાલી પાસે ગોધરા SDM દ્વારા શકમંદ ઍક ઇસમને મોબાઇલ સાથે ઝડપી લેવામા આવ્યો હતો. ઝડપાયેલા વ્યક્તિના મોબાઇલના વોટ્સએપ ગ્રુપ ચેક કરતા ચોંકાવનારી વિગતોનો ખુલાસો થયો હતો.