Latest Valsad News: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ (heavy rain fall in south Gujarat) વરસ્યો છે. આ દરમિયાન વલસાડના (valsad) ધરમપુરના (dharampur)  ભેંસધરા ગામનો (bhensdhara village) ચોંકાવનારો વીડિયો (video) સામે આવ્યો છે. ગામમાં એક વ્યક્તિના મોત બાદ નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી (the final journey took place in the rush of the river) હતી.  સ્મશાન સુધી પહોંચવા વચ્ચે નદી આવતી હોવાથી લોકો જીવના જોખમે નદીના પાણીમાં અંતિમ યાત્રા (last rites) કાઢી હતી. નદી પાર કરવા કોઝવે (cause way) કે પુલનો (bridge) અભાવ હોવાના કારણે લોકોએ (people) આવી રીતે જીવને જોખમમાં મૂકવો પડે (life has to be put in danger) છે. ચોમાસામાં સ્મશાન ભૂમિ સુધી પહોંચવા લોકો આવી જ રીતે અંતિમયાત્રા કાઢવા મજબૂર બને છે.


થોડા દવિસ પહેલા જુનાગઢ જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદથી સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થયો હતો. ઘેડ પંથકની હાલત એટલી હદે કફોડી થઈ હતી કે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. ચારે તરફ ખેતરો પાણીમાં તરબોળ થયા હતો. જ્યા સ્થળ ત્યા જળની સ્થિતિ હતી. ઘેડના પીપલાણા ગામમાં કમરસમા પાણી ભરાયેલા હતા. ગામનો એકપણ રસ્તો એવો નથી જ્યા પાણી ન ભરાયા હોય. પીપલાણા ગામમાં એક મહિલાનું અવસાન થતા પૂરના પાણી વચ્ચેથી તેની અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી હતી. ગામલોકો પૂરના પાણીમાંથી મહિલાની અંતિમ ક્રિયા માટે અર્થી લઈને પસાર થતા જોવા મળ્યા હતા.  


દર વર્ષે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. દર ચોમાસાએ ઘેડ પંથકમાં આ જ પરિસ્થિતિ સર્જાય છે. આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદનું પાણી પણ ઘેડમાં જ ઉતરી આવે છે અને ગામલોકોને દર ચોમાસાએ ભારે ખાનાખરાબી અને નુકસાન સહન કરવાનો વારો આવે છે. દર વર્ષે ભરાતા પાણીની સમસ્યાથી આ વિસ્તારના લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પૂરના પાણીની સમસ્યામાંથી કાયમી નિજાત આપવાની પ્રશાસન પાસે માગ કરી રહ્યા છે. ગામને જોડતો પૂલ બનાવી એક ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવાવાની રજૂઆત સંસદ સુધી પહોંચી છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.


આ પણ વાંચોઃ


GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી