ગુજરાતમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત છે ત્યારે ગુજરાતની બહાર ઇન્જેક્શનમ મોકલવા પાછળ ભાજપનું આંતરિક રાજણકારણ કામ કરી રહ્યં હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતની હાલની સરકારને મુશ્કેલીમાં મૂકવા માટે પક્ષના જ કેટલાક મોભીઓએ આ ખેલ પાડ્યો હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
ગઈકાલે અમદાવાદથી 25000 રેમડેસિવિરીનો જથ્થો ચાર્ટર્ડ પ્લેનથી યૂપી મોકલાયા બાદ ફરી બીજા દિવસે 11400 રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો મોકલવામાં આવ્ય છે. બે દિવસમાં 17000થી વધુ ઇન્જેક્શનનો જથ્થો ઉત્તર પ્રદેશ જવા રવાના કરવામાં આવ્યો હતો.
આ પહેલા ખુદ યુપીના સીએમ યોગી આદિત્યનાથના કાર્યાલયે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યુ હતુ કે, મુખ્યમંત્રીએ અમદાવાદથી 25000 રેમડેસિવિર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવવાના આદેશ આરોગ્ય વિભાગને આપ્યા છે. જે પ્રમાણે સ્વાસ્થ્ય વિભાગના અધિકારી વિમાન દ્વારા આજે જ રેમડેસિવિર ઈન્જેક્શન લેવા ગુજરાત પહોંચી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવારમાં રેમડેસિવિર ઈન્જેક્શન બહુ જ કારગર હોવાનો દાવો થઈ રહ્યો છે. જેના કારણે આ ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં લોકો આ ઈન્જેક્શન માટે ઠેર ઠેર રઝળપાટ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86,29,022 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,53,033 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 98,82,055 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.