ડાંગમાં 9.8 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ?
સૌથી વધુ ડાંગમાં 9.8 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય વલસાડ, નવસારી, તાપીમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ડાંગમાં 9.8 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય વલસાડ, નવસારી, તાપીમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ ડાંગના આહવામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય કપરાડામાં સાડા નવ ઈંચ, વઘઈમાં 7.7 ઈંચ, સુબીરમાં 7.1 ઈંચ, ધરમપુરમાં 6.6 ઈંચ, વાંસદામાં 6.6 ઈંચ, ધરમપુરમાં 6.6 ઈંચ ,ખેરગામમાં 4.8 ઈંચ, ડોલવણમાં 4.1 ઈંચ, માણસામાં 3.9 ઈંચ, સુત્રાપાડામાં 3.8 ઈંચ, પાટણ વેરાવળમાં 3.7 ઈંચ, દહેગામમાં 3.6 ઈંચ, પારડીમાં 3.5 ઈંચ, ગોધરામાં 3.4 ઈંચ, વાપીમાં 3.3 ઈંચ , ગાંધીનગરમાં 3 ઈંચ, ચીખલીમાં 3 ઈંચ, કપડવંજમાં 2.8 ઈંચ, સાગબારામાં 2.8 ઈંચ, કોડીનારમાં 2.7 ઈંચ, તારાપુરમાં 2.5 ઈંચ, અમદાવાદ શહેરમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય નિઝરમાં 2.5 ઈંચ, કઠલાલમાં 2.3 ઈંચ, ગીરગઢડામાં 2.3 ઈંચ, નડિયાદમાં 2.3 ઈંચ, ઉમરગામ, વલસાડમાં 2.2 ઈંચ, પ્રાંતિજમાં 2.1 ઈંચ, ખંભાતમાં 2 ઈંચ, વિજાપુરમાં 2 ઈંચ, ગણદેવીમાં 2 ઈંચ , મોરવાહડફમાં 2 ઈંચ, ધોળકામાં 2 ઈંચ, નસવાડીમાં 1.9 ઈંચ, ઉનામાં 1.9 ઈંચ, હિંમતનગરમાં 1.8 ઈંચ, વાલોડમાં 1.8 ઈંચ, ડેડિયાપાડામાં 1.8, વસોમાં 1.8 ઈંચ તાલાલામાં 1.7 ઈંચ ઈડરમાં 1.6 ઈંચ ખેરાલુમાં 1.6 ઈંચ, સંખેડામાં 1.6 ઈંચ, કેશોદમાં 1.5 ઈંચ,કુકરમુંડામાં1.5 ઈંચ,બાવળામાં 1.5 ઈંચ, છોટાઉદેપુરમાં 1.5 ઈંચ, માતરમાં 1.4 ઈંચ, પાદરામાં 1.4 ઈંચ, બોરસદમાં 1.4 ઈંચ,મહેમદાવાદમાં 1.4 ઈંચ, તલોદમાં 1.4 ઈંચ, વિસનગર, કલોલ, દસક્રોઈમાં 1.3 ઈંચ વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. થલતેજ, પ્રહલાદનગર, પકવાન, ગોતા, બોપલ, ઘૂમા, શિલજ,સાયન્સ સિટી, વેજલપુર, જીવરાજપાર્ક, મણીનગર, નારોલ, નરોડા, ઘોડાસર, ઈસનપુર, અમરાઈવાડી, ઓઢવ, નિકોલ,રામોલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ, કીમ, સાયણ, માંગરોળ, ઉમરપાડા, બારડોલી, મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કીમ ગામ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. અમૃતનગર વિસ્તારમાં પણ રોડ પર પાણી ભરાયા હતા.





















