જોકે આ વખતે પરિણામ ખૂબ જ નબળું રહ્યું છે એનો એક પૂરાવો એ છે કે 2020માં કુલ 174 શાળાઓ એવી રહી જ્યાં એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો. આ અગાઉના વર્ષ એટલે કે માર્ચ 2019માં એક પણ વિદ્યાર્થી પાસ ન થયો હોય તેવી શાળાની સંખ્યા માત્ર 63 હતી જે આ વર્ષે વધીને 174 થઈ ગઈ છે.
વધુ પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો સુરતનું 74.66 % ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં દાહોદ જિલ્લાની 47.47 ટકા છે. જ્યારે 291 શાળાએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. 174 શાળામાં એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી.