અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફધાની 4 વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે થયેલા હુમલાની ઘટનાને લઇને  ગૃહ વિભાગ એક્શનમાં આવી ગયુ છે. સર્કિટ હાઉસમાં પોલીસ અધિકારી સાથે હર્ષ સંઘવીએ તાબડતોબ બેઠક બોલાવી છે. ઘટનાના પગલે DGP વિકાસ સહાય, અમદાવાદ CP જી.એસ.મલિક  અને IB અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. ઘટનાને લઇને ગૃહ મંત્રી તમામ માહિતી મેળવી રહ્યાં છે. તોડફોડ કરવા આવેલ ટોળુ ક્યાથી આવ્યુ હતુ? યુનિ. પોલીસ સ્ટેશનનો કયો કયો સ્ટાફ ફરજ પર હતો?  હોસ્ટેલમાં ઘુસીને તોડફોડ કરનાર તત્વો કોણ હતા? વગેરે પ્રશ્નોના ઉત્તમ મેળવવા માટે પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા છે. આ ઘટનાને લઇને ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક  થઈ ચૂકી છે. ગૃહ મંત્રીએ સમગ્ર ઘટનાને લઇને નિષ્પક્ષ કાર્યવાહીનો ભરોસો આપતા ઘટનાને રાજકિય રંગ ન આપવા અનુરોઘ કર્યો છે.


આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં અફઘાની વિદ્યાર્થી થપ્પડ મારાતો જોવા મળી રહ્યો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ અફઘાની વિદ્યાર્થી થપ્પડ મારતા મામલો બિચક્યો હતો અને મારામારી શરૂ થઇ હતી. ઘટનામાં લેપટોપ અને વાહનો સહિતની વસ્તુની પણ તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે.


શું છે સમગ્ર ઘટના


ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી મારામારીની ઘટનાને વિગતે સમજીએ તો  મળેલી માહિતી મુજબ ઉઝબેકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના 4 મુસ્લિમ  વિદ્યાર્થીઓ તેમના રૂમમાં નમાઝ અદા કરી રહ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓએ તેનો  વિરોધ કર્યો હતો, બાદ બંને વિદ્યાર્થીના જુથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને મામલો ગરમાતા મારામારી પર વિદ્યાર્થીઓ ઉતરી આવ્યાં હતા. જેના કારણે 4 વિદેશી વિદ્યાર્થીઓ ઘવાયા હતા. ઘાયલ વિદ્યાર્થીઓને તાબડતોબ એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.  બંને જુથના વિદ્યાર્થીઓની નમાજ મુદ્દે થયેલી બોલા ચાલી બાદ મામલો વધુ ગરમાયો હતો અને રોષે ભરાયેલા  વિદ્યાર્થીઓએ કેમ્પલમાં પણ તોડફોડ કરી હતી અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના મોડી રાત્રે બની હતી.                                                                  


         


 


 


 




.