Gujarat Corona Case Update: રાજ્યમાં આજે કોરોનાના 227 કેસ નોંધાયા છે.  રાજ્યમાં આજે એક પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.  સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં 95 નોંધાયા છે. જ્યારે સુરતમાં 25, વડોદરામાં 25,સાબરકાંઠામાં 16 અને મહેસાણામાં 11 કેસ નોંધાયા છે.  તો બીજી તરફ રાજ્યમાં રિકવરી રેટ 99 ટકા પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1875 દર્દીઓની હાલત સ્થિર છે. આમ ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા બે દિવસથી આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.


દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસ






દેશમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યે છે, કોરોનાનો ખતરો ફરીથી ઉભો થતો દેખાઇ રહ્યો છે. એક અઠવાડિયાથી વધુ સમયથી દરરોજ 10,000થી વધુ કેસ સામે આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં કોરોનાના 10 હજાર 112 કેસ નોંધાયા છે. જે એક પ્રકારનો ખતરો છે. 


દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 67 હજાર 806 થઈ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, આ નવા કેસ બાદ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 67 હજાર 806 થઈ ગઈ છે. વળી, આ 24 કલાક દરમિયાન 9 હજાર 833 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાહતની વાત એ છે કે, શનિવારની સરખામણીએ આજે ​​નોંધાયેલા આંકડાઓમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.


દિલ્હીમાં 1 હજારથી વધુ કેસ - 
શનિવારે રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના 1,515 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ અનુસાર, શનિવારે કોરોનાને કારણે 6 દર્દીઓના મોત થયા છે. વળી, દિલ્હીમાં કોરોના પૉઝિટીવીટી રેટ 26 ટકાને વટાવી ગયો છે. કોરોના સંક્રમણના સંદર્ભમાં આ રેટ ખુબ જ ચિંતાજનક છે.


દિલ્હીમાં અત્યાર સુધીમાં લાખો લોકો કોરોનાથી સંક્રમિત  
આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધી 20,32,424 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. મૃતકોનો કુલ આંકડો વધીને 26,595 થયો છે. દિલ્હીમાં કૉવિડ-19 સંક્રમણ દર 26.46 ટકા નોંધાયો છે. રાજધાનીમાં કૉવિડ-19 દર્દીઓ માટે ઉપલબ્ધ કુલ 7,974 હૉસ્પીટલ બેડમાંથી હાલમાં 385 દર્દીઓ સારવાર હેઠળ છે. એટલે કે અત્યારે કોરોનાના બેડની કોઈ કમી નથી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી કૉવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 220.66 કરોડ ડૉઝ આપવામાં આવ્યા છે.