Gujarat Corona Case Update: ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યામાં રોજ 300થી વધુ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. આજે ફરી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 331 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 127 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 31 કેસ, વડોદરા શહેરમાં 25 કેસ, સુરતમાં 22 કેસ નોંધાયા છે. 


સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટીવ


કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રાજનાથ સિંહમાં હળવા લક્ષણો છે જેના પછી તેમણે પોતાને હોમ આઇસોલેટ કરી દીધા હતા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ડોક્ટરોએ રાજનાથ સિંહને આરામ કરવાની સલાહ આપી છે. મંત્રાલયે કહ્યું હતું કે રાજનાથ આજે દિલ્હીમાં ભારતીય વાયુસેના કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા પરંતુ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે તેઓ જઇ શકશે નહીં.


રાજનાથ સિંહે કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદ સાથે વાત કરી હતી


સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે (19 એપ્રિલ) કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને બંને દેશોની સંરક્ષણ ભાગીદારીને ઉચ્ચ સ્તરે લઈ જવાની દિશામાં કામ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ વાતચીત દરમિયાન અનિતા આનંદે સિંહને કેનેડાની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના અને ભારત સાથેના સંબંધોને વધારવાના મહત્વ વિશે માહિતી આપી હતી.


 






રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું...


સંરક્ષણ પ્રધાન સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત સ્પર્ધાત્મક જમીન અને શ્રમ ખર્ચ સાથે એક આકર્ષક સંરક્ષણ ઉત્પાદન સ્થળ છે. સંરક્ષણ પ્રધાને તેમને કહ્યું કે કેનેડિયન સંરક્ષણ કંપનીઓ ભારતમાં લશ્કરી સાધનોના સહ-ઉત્પાદન પર ધ્યાન આપી શકે છે. રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, “કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદ સાથે વાતચીત કરીને આનંદ થયો. અમે કેનેડાની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચનાનું સ્વાગત કર્યું હતું ઔદ્યોગિક સહયોગ સહિત દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો વિકસાવવાના માર્ગો પર ઉત્તમ ચર્ચા થઈ છે.  કેનેડિયન સંરક્ષણ કંપનીઓને ભારતમાં રોકાણ અને ઉત્પાદન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.