અરવલ્લી: જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ચોરીના આરોપીનું કસ્ટોડિયલ ડેથ થતા ચકચાર મચી છે. મોડાસા રૂરલ પોલીસની કસ્ટડીમાં એક આરોપીનું મોત થતા ખળભળાટ મચ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ આરોપી ગઈકાલે સાયરા ગામમાં શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. આરોપીનું નામ શનાભાઈ મગનભાઈ વાદી હતું.




બેભાન અવસ્થામાં પોલીસ સ્ટેશનમાંથી હોસ્પિટલ લઇ જવાયો હતો. છેલ્લા ૧૦ કલાકમાં બે વાર ખેંચ આવ્યા બાદ મોત થયું હતું. સાર્વજનિક હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા આરોપીને મૃત જાહેર કરાયો હતો. શનાભાઈ મગનભાઈ વાદી મૂળ માલપુરના ગોપાલપુરાના રહેવાસી હતા. ઘટનાની જાણ થતા જિલ્લા એલસીબી,ડીવાયએસપી,રૂરલ,ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપીનું ફોરેન્સિક પેનલ પીએમ કરાશે.


આગામી 24 કલાક આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ


છેલ્લા ચાર દિવસથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે  આગામી 24 કલાક દ્વારકા જિલ્લામા ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી  છે.  ભારે વરસાદની શક્યતાને જોતા દ્વારકામાં  રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગમાં ઓેરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સૂરત , વડોદરા , પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો અનુમાન છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચ જિલ્લામાં ઓરેન્જ, તો 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે. તો આજે જૂનાગઢ, અમરેલી, પોરબંદર,વલસાડમાં ભારે વરસાદનો અનુમાન છે.                 


10 વાગ્યા સુધીમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ 









10 વાગ્યા સુધીમાં દ્વારકાના કલ્યાણપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ 


10 વાગ્યા સુધીમાં પોરબંદરના રાણાવાવમાં પોણા બે ઈંચ વરસાદ 


10 વાગ્યા સુધીમાં જૂનાગઢ તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ 


10 વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેરમાં પોણા બે ઈંચ વરસાદ 


10 વાગ્યા સુધીમાં દ્વારકા તાલુકામાં એક ઈંચ વરસાદ 


કેશોદ, વંથલી, પોરબંદર તાલુકામાં પોણો પોણો ઈંચ વરસાદ 


આગામી 3 કલાકમાં ક્યાં પડશે વરસાદ









Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial