રાજ્યની સાથે સાથે ભાવનગર જીલ્લામાં પણ કોરોના કેસના વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં કોરોના કેસ ફરી એકવાર માથું ઉચક્યું છે. છેલ્લા આઠ દિવસની વાત કરીએ તો ભાવનગર શહેર અને જીલ્લામાં ૧૨૯ કેસ નોધાયા છે. આઠ દિવસ પહેલાની વાત કરીએ તો માત્ર ૨૯ જેટલા કેસ હતા પરંતુ આઠ દિવસ બાદ ૧૦૦ જેટલા કેસ નો વધારો થયો છે ત્યારે તંત્ર પણ જાગ્યું છે.


ભાવનગર શહેરની છ અલગ અલગ જગ્યાઓ પર ફરી રેપિડ ટેસ્ટ કરવાના આદેશ મનપા કમિશનરએ આપ્યા છે. જોકે ભાવનગર જીલ્લામાં લોકોમાં જાગૃતિનાના અભાવે કેસમાં વધારો જોવા મળી રહયો છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1122 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. ગઈકાલે 775  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,71,433 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.54 ટકા પર પહોંચ્યો છે. હાલ 5310 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 લોકો વેન્ટિલેટર પર અને 5249 લોકો સ્ટેબલ છે.


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4430 લોકોના કોરોનાથી મોત થયા છે.  જ્યારે અત્યાર સુધી કુલ 2,81,176 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


સુરત કોર્પોરેશનમાં 315, અમદાવાદ કોર્પોરેશનમાં 264, રાજકોટ કોર્પોરેશનમાં 88, વડોદરા કોર્પોરેશનમાં 97, સુરતમાં 38, રાજકોટ-24, ભરુચ-21, મહેસાણા-19, જામનગર કોર્પોરેશન -18, ખેડા-18, પંચમહાલ-18, વડોદરા-17, ભાવનગર કોર્પોરેશન-15, ગાંધીનગર કોર્પોરેશન-14, કચ્છ-14, આણંદ-13, દાહોદ-12, નર્મદા-12, ગાંધીનગર-10, સાબરકાંઠામાં 10, છોટા ઉદેપુર-9, અમરેલી-8, જુનાગઢ કોર્પોરેશ-8, મહીસાગર-8, મોરબી-8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.


ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ  ?


સુરત કોર્પોરેશનમાં 205, અમદાવાદ કોર્પોરેશનમાં 205, વડોદરા કોર્પોરેશનમાં 75, રાજકોટ કોર્પોરેશનમાં 71,  સુરતમાં 29, રાજકોટ-13, ભરુચ-22, મહેસાણા-11, જામનગર કોર્પોરેશન -4, ખેડા-12 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 22,71,145  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,54,662 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 67,734  લોકોને રસી આપવામાં આવી છે.