India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી વન-ડે મેચ હેમિલ્ટનના સિડન પાર્ક ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતના વિકેટ કીપર બેટ્સમેન સંજૂ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ મેચમાં સંજૂની જગ્યાએ દીપક હુડ્ડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંજૂને બહાર કરવામાં આવતા ટ્વિટર પર તેના ફેન્સ ગુસ્સે ભરાયા હતા. તેણે સંજુની હકાલપટ્ટી માટે ટીમ ઈન્ડિયા, બીસીસીઆઈ અને ઋષભ પંત પર જોરદાર નિશાન સાધ્યું છે.






સંજૂ સાથે ફરી અન્યાય


ભારતના વિકેટ કીપર બેટ્સમેન સંજૂ સેમસનને શાનદાર પ્રદર્શન બાદ પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેણે પ્રથમ વનડેમાં પણ 36 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી. તેણે શ્રેયસ ઐય્યર સાથે 80થી વધુ રનની ભાગીદારી કરી હતી. જેના આધારે ભારત 300 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યું હતું.  પરંતુ આ પ્રદર્શન બાદ પણ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમે બીજી વનડેમાં સંજૂ સેમસનની જગ્યાએ દીપક હુડ્ડાનો સમાવેશ કર્યો છે.






પંતને ફરી તક મળી


ભારતીય ટીમે ખરાબ ચહેરા સામે ઝઝૂમી રહેલા ઋષભ પંતને વધુ એક તક આપી છે. તેને બીજી વનડે માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. રિષભ પંત લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. ફેન્સ સતત તેને ટીમમાંથી બહાર કરીને સંજૂને તક આપવાની વાત કરી રહ્યા છે. જો પંતની છેલ્લી પાંચ ઇનિંગ્સ પર નજર કરીએ તો તેણે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં 6,3,6,11,15 રન બનાવ્યા છે. વર્ષ 2022માં તેના T20 પ્રદર્શન પર નજર કરીએ તો તેણે આ વર્ષે 21 ઇનિંગ્સમાં માત્ર 21.21ની સરેરાશથી 364 રન બનાવ્યા છે. પંતનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે મુખ્ય ચિંતાનો વિષય છે.