મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કરતા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે, દેશ કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યો છે. આઝાદી વખતનું આંદોલન અને હાલ કોરોનાં ને માત આપવા માટેનું આંદોલન એક સરખું છે. કોરોનાં ની વૈશ્વિક મહામારીએ ગુજરાતને પણ બાકાત રાખ્યું નથી. ગુજરાતીઓનું ખમીર આપત્તિઓને અવસરમાં પલટે છે.
સીએમ રુપાણીએ કહ્યું, આઝાદી પહેલા ગુજરાતનાં બે સપુતો મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આઝાદી ની લડત મા લીડરશિપ લીધી હતી. કોરોનાનાં કાળમા આજે સોશ્યલ ડિસ્ટન્સ અને અંતર જરુરી છે પણ પૂરો દેશમાં આજે એકતા સાથે આ તહેવાર ઉજવાય રહ્યો છે.
CM રુપાણીના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કહ્યું કે, રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી જાહેરાત કરી છે. ખેડુતોની આવક ડબલ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યાં છે, હાલમાં જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી છે. પહેલાનાં સમયમાં બિન ખેતી માટે શુ ચાલતું હતુ તેં મુદ્દે મારે હાલ કઈ કહેવાની જરૂર નથી, બિન ખેતીનું કાર્ય હવે ખૂબ સરળ કરવામાં આવ્યુ છે. જીલ્લા પંચાયતો પાસે થી આ કામગીરીઓ લઇ લેવામાં આવી છે.
સરકારે લોકડાઉન દરમિયાન પણ ટેકાના ભાવે ખરીદી કરી છે. હાલમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે. પાણી અને વીજળી માટે સુચારુ આયોજન કર્યું છે. સરકારે 19 વર્ષમાં 1 લાખ 51 હજાર ચેકડેમો બનાવ્યાં છે. પાણીના વિકાસ સાથે ઉર્જાનો વિકાસ થઇ રહ્યો છે. વીજળી આપવા માટે દેશમાં ગુજરાત અગ્રેસર છે.
રાજ્યના વંચિતોને સાંથણીની જમીન આપી છે. 60 લાખ જેટલા પરિવારને મા અમૃતમ યોજનામાં આવરી લેવામાં આવ્યાં છે. 1530 ગરીબ કલ્યાણ મેળા દ્વારા સાધન સહાય આપવામાં આવી. અધિકારીઓને નિયુક્ત કરીને ACBના માળખાને સુદ્રઢ કરાયું છે.