વડોદરાઃ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે ભાજપમાં જોડાશે. વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે ભાજપમાં જોડાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ભાજપને પહેલા પણ સમર્થન હતું અને અત્યારે પણ છે. ધવલસિંહ અને માવજીભાઇ ભાજપમાં જોડાશે કે નહીં તેની મને ખબર નથી. ધાનેરાના અપક્ષ ધારાસભ્ય પણ અગાઉથી ભાજપના સમર્થનમાં છે. માવજી દેસાઇએ અપક્ષ ઉમેદવારી કરી ત્યારે જ જીતીને ભાજપમાં જોડાવાની વાત કરી હતી. ભાજપના નેતૃત્વ અને નીતિથી પહેલાથી જ પ્રભાવિત હોવાની વાત માવજીભાઇ કરી ચૂક્યા છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ત્રણ અપક્ષે ગુપ્ત બેઠક કરતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બાયડથી વિજેતા બનેલા ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ અને ધાનેરાના માવજીભાઈ દેસાઈએ ગુપ્ત બેઠક કરી હતી.


ગુજરાતમાં નવી સરકાર બને તે અગાઉ આવ્યા મોટા સમાચાર, AAPના નવા ધારાસભ્ય જોડાઇ શકે છે ભાજપમાં


ગુજરાતમાં નવી સરકાર બને તે અગાઉ મોટા સમાચાર આવ્યા છે. આમ આદમી પાર્ટીના નવા ધારાસભ્ય ભાજપમાં જોડાઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઇ શકે છે. ભૂપત ભાયાણી પત્રકાર પરિષદ કરીને ભાજપમા જોડાવાની જાહેરાત કરી શકે છે.


આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપના સમર્થનમાં આવ્યા છે. રાષ્ટ્રહિતમાં નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી ચાલતી પાર્ટીને સમર્થન આપવા માંગે છે. આપને ગુજરાતની જનતાએ નકારી હોવાનું માની ભૂપત ભાયાણી ભાજપને સમર્થન આપશે. અગાઉ ભાજપમાં જ તેઓ હોવાથી નરેન્દ્રભાઇથી પ્રભાવિત છે. ભૂપત ભાયાણી ગાંધીનગર સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ કરશે.


ભૂપત ભાયાણી ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીત્યા છે. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી અગાઉ જ આમ આદમી પાર્ટીમા સાફસફાઈ શરૂ થઈ ગઈ છે. વિસાવદર બેઠકથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપને સમર્થન આપશે. બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી સાથે નાતો તોડીને વિસાવદર બેઠકથી ભાજપના જ ઉમેદવાર હર્ષદ રિબડીયાને સાત હજાર 63 મતથી હરાવીને ભૂપતભાઈ ભાયાણીએ જીત મેળવી હતી.. જો કે હવે રાષ્ટ્રહિતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ચાલતી પાર્ટીને સમર્થન આપશે