ખેડા: મહેમદાવાદ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. સવારે અહીં એક વીડિયો સામે આવ્યો હતો કે, મતદાન મથકે એક પ્રિસાઈડીંગ ઓફીસર પીધેલી હાલતમાં ફરજ બજાવતા હતા. જ્યારે હવે મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં અપક્ષ ઉમેદવારના પતિ મામલતદાર એ પ્રચાર કરતા હોય તેવો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે.

મહેમદાવાદ નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર ગીતાબેન ભટ્ટચાર્યના પતિ માનવેન્દ્ર ભટ્ટાચાર્ય મહુધા મામલતદાર કચેરીએ ફરજ બજાવે છે. ચૂંટણીના મતદાન મથકે મામલતદાર તેમની પત્નીનીના પ્રચારમાં જોડાયા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મામલતદાર માનવેન્દ્ર ભટ્ટાચાર્ય મહુધા મામલતદાર કચેરીએ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. ગીતાબેન ભટ્ટચાર્ય મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ બાબતે ધારાસભ્યએ જિલ્લા ચૂંટણી અધિકાર ને મૌખિક રજુઆત કરી છે.

મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

 રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો પોતાના પતાધિકારીનો ઉપયોગ કરી રહ્યા છે. તો બીજી તરફ ખેડા જિલ્લામાંથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અહીં મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચુંટણીના મતદાન કેન્દ્ર  પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

વોર્ડ નંબર પાંચના મતદાન મથક 3 ખાતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. વીરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં ઝડપાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીધેલો પ્રિસાઇડીંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક છે. આ ઘટના બાદ કલેક્ટર દ્વારા ત્વરિત પ્રિસાઇડીંગ ઓફિસ ને હટાવી દેવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરે કહ્યું કે, જો પ્રિસાઇડીંગ ઓફિસર પીઘેલો હશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.  હાલ પીધેલા પ્રિસાઇડીંગ ઓફિસરને સોનાવાલા હાઈસ્કૂલમાં મહેમદાવાદ પાલિકા ચુંટણી અધિકારી પાસે મોકલવામાં આવ્યો છે.

જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ

જૂનાગઢમાં આજે મહાપાલિકાની ચૂંટણી યોજાઈ છે. મહાપાલિકાના 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતાં 13 વોર્ડ માટે મતદાન ચાલી રહ્યું છે. વોર્ડ નંબર 3 અને 14ના ભાજપના ઉમેદવારો બિનહરીફ થતાં 52 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 251 મતદાન મથકો પર કુલ 157 ઉમેદવારો માટે મતદાન શરૂ થયું છે.

251 મતદાન મથક પર 1424 પોલિંગ સ્ટાફ મતદાનની પ્રક્રિયામાં કાર્યરત છે. જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 229116 મતદારો નોંધાયા છે. 117163 પુરુષ અને 111943 મહિલા અને 10 અન્ય મતદારો નોંધાયા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 113 સંવેદનશીલ બુથ અને 16 અતિ સંવેદનશીલ બુથ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો....

Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો