શોધખોળ કરો

Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા

Edible Oil Price: ચાલુ વર્ષે રાજ્યમાં મગફળીનું બમ્પર વાવેતર થયું છે અને હાલમાં ઓઇલ મિલરોને ઉનાળુ મગફળીનો પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહ્યો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રક્ષાબંધન-જન્માષ્ટમી પૂર્વે ખાદ્યતેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો.
  • ત્રણ દિવસમાં સિંગતેલ ડબ્બે ૪૫, કપાસિયા તેલ ૩૫ રૂપિયા વધ્યું.
  • બમ્પર વાવેતર છતાં વેપારીઓએ ભાવ વધારતા બજેટ સંપૂર્ણ ખોરવાયું.

Edible Oil Price: આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પહેલા જ સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં માગ વધવાના કારણે સિંગતેલના ડબ્બે રૂપિયા 45 અને કપાસિયા તેલના ડબ્બે રૂપિયા 35નો ઉછાળો આવ્યો છે. મગફળીનો પૂરતો જથ્થો હોવા છતાં વેપારીઓ અને મિલો દ્વારા ભાવ વધારી દેવાતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે.

ચાલુ વર્ષે રાજ્યમાં મગફળીનું બમ્પર વાવેતર થયું છે અને હાલમાં ઓઇલ મિલરોને ઉનાળુ મગફળીનો પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહ્યો છે. આમ છતાં, આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને બજારમાં ખાદ્યતેલની માગ અચાનક વધી જતાં અત્યારથી જ ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સીંગતેલના ડબ્બાનો ભાવ 2850 થી 2900 રૂપિયા વચ્ચે હતો, જે સોમવારે ઉઘડતી બજારે વધીને 2845 થી 2945 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. એટલે કે માત્ર 72 કલાકમાં સિંગતેલમાં ડબ્બે 45 રૂપિયાનો સીધો વધારો ઝીંકાયો છે. આવી જ રીતે, ફરસાણ અને મીઠાઈ બનાવવા માટે સૌથી વધુ વપરાતા કપાસિયા તેલના ભાવ પણ સોમવારે 2745 થી 2795 રૂપિયા બોલાયા હતા, જેમાં ડબ્બે 35 રૂપિયાનો વધારો થયો છે. તહેવારો નજીક હોવા છતાં અચાનક થયેલા આ ભાવવધારાને કારણે સ્થાનિક છૂટક બજારમાં સામાન્ય ગ્રાહકોની ખરીદી પર ભારે અસર પડી છે અને લોકો જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. હાલ માત્ર ફરસાણના વેપારીઓ દ્વારા જ કપાસિયા તેલની જથ્થાબંધ ખરીદી કરવામાં આવી રહી છે.

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં થયેલા આ વધારાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જો આગામી દિવસોમાં સરકાર કે તંત્ર દ્વારા સંગ્રહખોરી અને ભાવવધારા પર નિયંત્રણ લાવવા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે, તો તહેવારોના દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ વધુ આસમાને પહોંચવાની શક્યતા છે.

Advertisement

ટોપ સ્ટોરી

ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અમરેલીમાં મેઘમહેર, જાણો 12 થી 14 સપ્ટેમ્બરની આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અમરેલીમાં મેઘમહેર, જાણો 12 થી 14 સપ્ટેમ્બરની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
Embed widget