Gujarat Coast Guard Operation: પોરબંદરની દરિયાઈ સીમામાંથી ઈરાનનું જહાજ ઝડપાયું છે. ગુજરાત કોસ્ટગાર્ડ અને NCBએ મોટું ઓપરેશન પાર પાડી પોરબંદર IMBL પાસેથી બે શંકાસ્પદ બોટ પકડી પાડી છે. પકડાયેલી બોટમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ હોવાની શક્યતા છે. ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા ઝડપાયેલ બોટ ઈરાન હોવાની વાત સામે આવી છે. હાલમાં ઝપડપાયેલ બંન્ને બોટને દરિયા કિનારે લઈ આવવામાં આવી રહી છે. એક બોટ દરિયા કિનારે આવી ગઈ છે. બન્ને બોટની તપાસ બાદ સામે આવશે કે તેના કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં.


ભાવનગરમાં દારૂ પીને ધમાલ કરી રહેલા શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
ભાવનગરના મહુવા તાલુકાના મોણપર ગામે સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી યુવકનવી હત્યા કરવામાં આવી છે. ખેત મજૂરી કરતા ભીમજી ગોહિલ નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. બગદાણા પોલીસ સ્ટેશન પાસે જ આવેલા મોણપર ગામે દેશી દારૂના અડ્ડા પર દારૂ પીને ધમાલ કરી રહેલા શખ્સોએ યુવાનો ભોગ લીધો છે. દેશી દારૂના સ્ટેન્ડ ચલાવનાર મહિલા સહિત ચાર શખ્સોએ બે પુત્રના પિતાની કરપીણ હત્યા કરતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મુખ્ય આરોપી શક્તિ ગોહિલ દારૂ પીને નશાની હાલતમાં બજારમાં ગાળો બોલતો હતો જેને સમજાવા જતા ઉશ્કેરાયેલા કુલ ચાર શખ્સોએ હત્યા કરી નાખી હતી. જુવાન જોધ બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તો બીજી તરફ પોલીસ સ્ટેશન પાસે ચાલતા દેશી દારૂના દૂષણને લઇ બગદાણા પોલીસ સ્ટેશન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.


રાજકોટમાં પિતા બન્યો હેવાન


રાજકોટમાં સંબંધોને શર્માસાર કરતી ઘટના સામે આવી છે. પાલક પિતાએ પુત્રી સાથે અડપલા કરતા લોકો ધિક્કાર વરસાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે પાલક પિતાએ કારખાનેદાર સાથે મળી પુત્રી સાથે અડપલાં કર્યા હતા. આ ઉપરાંત અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પણ વાત સામે આવી છે. આ અંગે બામણબોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. IPC કલમ ૩૭૬ એ(બી), ૩૫૪(ક), ૫૦૬(૨),૧૧૪ તથા પોક્સો એક્ટ કલમ ૪, ૬, ૮, ૧૦ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આ અંગે હવે વધુ કાર્યવાહી હાથ ધરશે.




આ પણ વાંચોઃ


National Film Awards 2022: નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં છવાઈ ગઈ સૂર્યાની 'Soorarai Pottru' ફિલ્મ, જાણો આ ફિલ્મને કેટલા એવોર્ડ મળ્યા


National Film Awards: 68માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ


Supreme Court : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મુકેશ અંબાણી અને પરિવારના સભ્યોની સુરક્ષા ચાલુ રાખવાની મંજૂરી આપી


Jioનો ખુબ કામનો પ્લાન, એક રિચાર્જમાં 4 લોકો વાપરી શકે છે દર મહિને 200GB, Netflix-Prime પણ ફ્રી.........