Talati Exam: રાજ્યમાં તલાટીની પરીક્ષાની તૈયારી કરી રહેલ ઉમેદાવર માટે મોટા સમાચાર સમે આવ્યા છે. જો હવે તલાટીની પરીક્ષા આપવી હસે તો ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગે આ નવો નિયમ બહાર પાડ્યો છે. આ પહેલા નિયમ એવો હતો કે ઉમેદવાર ધોરણ-12 પાસ હોય તો પણ અકજી કરી શકતા હતા. પરંતુ હવેથી તલાટીની પરીક્ષા આપવી હશે તો સ્નાતક હોવું જરૂરી બનાવવામાં આવ્યું છે.


થોડા સમય પહેલા જ રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે. તો 998 જૂનિયર ક્લાર્કને પણ નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.


ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. તલાટી કમ મંત્રી,જૂનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂંક પત્ર અપાયા હતા. સાથે જ મુખ્યમંત્રીએ નિમણુંક પત્ર લેનાર ઉમેદવારો માટે પીએમ મોદી દ્વારા અપાયેલા સંદેશને વાંચીને સંભળાવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી, પંચાયત વિભાગના મંત્રી અને અધિકારીઓ હાજર રહ્યા હતા.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની પ્રશંસા કરી હતી. હસમુખભાઈ પટેલને તમામ ઉમેદવારોએ વધાવ્યા હતા. મુખ્યમંત્રીએ તલાટી કમ મંત્રી,જૂનિયર ક્લાર્કને હસમુખ પટેલની જેમ જ કાર્યદક્ષ થવાની સલાહ આપી હતી. પંચાયત સેવાના નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમમાં યુવાઓએ IPS હસમુખ પટેલનું તાળીઓથી ભવ્ય સન્માન કર્યું હતું. જેટલી વાર હસમુખ પટેલનું નામ લેવાયું તેટલી વખત લાંબા સમય સુધી તાળીઓ ગૂંજતી રહી હતી.


મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કામ કેવી રીતે કરવું એ એમની પાસેથી શીખવાનું છે. ખાલી તાલીઓ પાડવાથી નહી એમના જેવુ કામ કરી જીવવામાં ઉતારવાની જરૂર છે. અમારે ચર્ચા હતી કે દિવાળી પહેલા નિમણૂંક પત્રો આપીએ માટે ઝડપ કરી આજે કાર્યક્રમ ગોઠવ્યો છે. પીએમએ પોતાની કાર્યપદ્ધતિ એવી બનાવી છે કે વધુ પારદર્શિતા આવે. ગુડ ગવર્નન્સ અને સેવા બે એક સાથે કરવું પડે. પગાર હોદ્દો મગજમાં હોય તો સેવા કઈ રીતે થઈ શકશે. નોંધનીય છે કે પંચાયત સેવા બોર્ડ દ્વારા જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 12 ઓક્ટોમ્બર સુધી તલાટીની અને 17 ઓક્ટોમ્બર સુધી જૂનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી.