Rain in Gujarat:  ગુજરાતમાં બુધવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. દાંતા અને અંબાજીમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો ગોંડલ અને ટંકારામાં ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.


મળતી જાણકારી અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય છેલ્લા 24 કલાકમાં કોડીનારમાં સવા ત્રણ ઈંચ, ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢ શહેરમાં ત્રણ ઈંચ, જૂનાગઢ તાલુકામાં ત્રણ ઈંચ, દાંતામાં સવા બે ઈંચ, રાજકોટના જેતપુરમાં બે ઈંચ, સુત્રાપાડામાં બે ઈંચ, કાલાવડમાં પોણા બે ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ, વાંકાનેરમાં દોઢ ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, મોરવા હડફમાં સવા ઈંચ, માંગરોળમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.


તે સિવાય હળવદ, ડભોઈ, છોટા ઉદેપુર, જામનગરના લાલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા, માળીયા હાટીના, વંથલી, દિયોદર, કેશોદ, માણાવદર,જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા પોણો પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. માળીયા, પોશીના, જામજોધપુર, સાંતલપુર, રાજકોટ તાલુકા, કુકાવાવ, ઉમરગામ, નવસારી, ઓલપાડમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.


સુરત શહેર, સંખેડા, જંબુસર,ધ્રાંગધ્રામાં વરસાદ વરસ્યો હતો. હિંમતનગર, બગસરા, ખેરગામમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ધરમપુર, સુબિર, ભાણવડ,જલાલપોરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.


રાજ્યના 10 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના સાત, ઉત્તર ગુજરાતના એક, તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં  વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.  દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.  તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. 


IMDએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રના તટ, ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યમાં, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં 27 જૂનથી 30 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે.