અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે માવઠું પડ્યું છે.  હજુ પણ આવા લો પ્રેશર સર્જાતા રહેશે. ખેડૂત ભાઈઓ માટે ચિંતાનો વિષય છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે ત્યાં સુધી વરસાદ રહેશે. 

Continues below advertisement

2 તારીખ બાદ પણ વિષમ હવામાન રહેશે. આજે અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  હજુ એક બે દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. 5 નવેમ્બર સુધી હળવો વરસાદ વરસી શકે છે.  7 તારીખ બાદ પણ હવામાન બદલાશે. બદલાતા હવામાનમાં પાક માટે વાવેતરની પદ્ધતિઓમાં સંશોધન કરવાની કૃષિ યુનિવર્સિટીઓને જરૂર છે.  

અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠું) ને લઈને ચિંતાજનક આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, 30 ઓક્ટોબર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ની સંભાવના છે. આ ઉપરાંત, 2 નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટાં પડવાની પણ સંભાવના છે. 

Continues below advertisement

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવેમ્બર ની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક નવી ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને તેની અસર રૂપે 18 નવેમ્બર ની આસપાસ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાઈ શકે છે.

30 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાનું અનુમાન

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચાલી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો કરે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના મતે, 30 ઓક્ટોબર સુધી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, હવામાં રહેલો ભેજ અને બંગાળની ખાડી માં સક્રિય થયેલી સિસ્ટમના સંયુક્ત પ્રભાવને કારણે વરસી રહ્યો છે. તેમણે જણાવ્યું કે 2 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટાં પડવાની પણ સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વધુ જોવા મળશે.

  • દક્ષિણ ગુજરાત: વલસાડ, તાપી, સુરત અને નવસારી જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
  • સૌરાષ્ટ્ર: જૂનાગઢ, ભાવનગર, મહુવા, જામનગર અને અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.
  • મધ્ય અને ઉત્તર ગુજરાત: મધ્ય ગુજરાતના અમદાવાદ-ધોળકા ની આસપાસના વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે.

નવેમ્બર મહિનામાં બીજી વરસાદી સિસ્ટમનું જોખમ

ખેડૂતો અને સામાન્ય જનતા માટે વધુ એક ચિંતાજનક અનુમાન વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક વધારે ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. અરબી સમુદ્રમાં પણ આ સમયગાળા દરમિયાન હલચલ જોવા મળે તેવી સંભાવના છે.