Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન છે. આગામી ત્રણ કલાક કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર,રાજકોટમાં હળવો વરસાદ વરસી શકે છે. બોટાદ, અમરેલી, જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર, દીવ,બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી છે તો ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.મહીસાગર,દાહોદ, પંચમહાલ,ખેડા,આણંદ, વડોદરા,છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા,સુરત, તાપી, નવસારીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. ડાંગ વલસાડમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે. દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.
રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો?
પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 છલોછલ છે. કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ છલોછલ ભરાઇ ચૂક્યો છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.
ગુજરાતમાં સિઝનનો કેટલો વરસાદ વરસ્યો?
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.તો મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય, આજે 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી