શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં જુલાઇના અંતમાં ફરી મોનસૂન એક્ટિવ થઇ શકે છે. જાણીએ આગામી દિવસોમાં રાજ્યમાં કેવું રહેશે હવામાન

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અલનીનોથી મોનસૂન નબળું પડ્યું, ૧૮ જુલાઈથી વરસાદ સંભવ.
  • આજે પંચમહાલ, સૌરાષ્ટ્રમાં ઝાપટાં, અરવલ્લી, ગીર સોમનાથમાં વરસાદ.
  • અંબાલાલ પટેલ: રથયાત્રાથી વરસાદ, ૨૩ જુલાઈથી ભારે વર્ષા.

Gujarat Rain Forecast: અલનીનોની અસરના કારણે રાજ્યમાં મોનસૂન નબળું પડ્યું છે.  છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગે આગામી 18 જુલાઇથી વાતાવરણમાં ફરી પલટાની અને મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાનના કેટલાક મોડલના અભ્યાસ જણાવે છે કે, બંગાળની ખાડીમાં 18 જુલાઇની આસપાસ એક સિસ્ટમ એક્ટિવ થઇ શકે છે. જેના કારણે ગુજરાત તરફ આવતા પવનને ભેજ મળતાં ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ સિસ્ટમ જો ક્રિએટ થાય તો પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જુલાઇના અંતમાં એટલે કે 27 જુલાઇથી પણ ફરી રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

આજે કયાં પડી શકે છે વરસાદ?
 હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,દિવમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે. 

ક્યાં વરસ્યો હળવો વરસાદ 

ગુજરાતમાં કેટલાક  જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા છે. અરવલ્લી જિલ્લામાં મેઘરાજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. શામળાજી, રેલાવાળા, જીતપુર સહિતના અનેક ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વડોદરા ઝાલા, વાવડી, પ્રશ્રાવડા, લોઢવા તેમજ કોડીનારના મૂળ દ્વારકા, ગોહિલની ખાણ અને કડવાસણ ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: 

જૂનાગઢ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે. જૂનાગઢ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની આગાહી 

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરવાનું શરૂ કર્યું છે. વિવિધ ખેડૂત સંગઠનો અને ખેડૂતોની સતત અપીલ બાદ તેમણે ફરી હવામાન અંગેની આગાહીઓ જાહેર કરવાની શરૂઆત કરી છે. અંબાલાલ પટેલે અગાઉ એબીપી અસ્મિતા પર જાહેરાત કરી હતી કે તેઓ ફરીથી વરસાદ અંગે નિયમિત આગાહી કરશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 14 અને 15 જુલાઈ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેમણે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે હવામાનમાં મહત્વનો પલટો આવશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી છાંટાં પડી શકે છે. આગળની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે 17 અને 18 જુલાઈ દરમિયાન એક નવી હવામાન પ્રણાલી (સિસ્ટમ) સક્રિય થશે. ત્યારબાદ 23 જુલાઈએ વધુ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. તેમના અનુમાન મુજબ મહીસાગર, પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત 23થી 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મુંબઈ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Frequently Asked Questions

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ અંગે શું આગાહી કરી છે?

હવામાન વિભાગે 18 જુલાઈથી વાતાવરણમાં પલટો અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. જુલાઈના અંતમાં 27 જુલાઈથી પણ ફરી વરસાદનું અનુમાન છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ વિશે શું જણાવ્યું છે?

અંબાલાલ પટેલ મુજબ 14-15 જુલાઈએ વાદળછાયું વાતાવરણ રહેશે. 17-18 જુલાઈએ નવી સિસ્ટમ અને 23 જુલાઈએ વધુ એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાથી વરસાદનું જોર વધશે.

ગુજરાતમાં વરસાદ વધવાનું મુખ્ય કારણ શું હશે?

હવામાન વિભાગ મુજબ, બંગાળની ખાડીમાં 18 જુલાઈની આસપાસ એક સિસ્ટમ એક્ટિવ થઈ શકે છે. આના કારણે ગુજરાત તરફ આવતા પવનને ભેજ મળતાં વરસાદ વધશે.

હાલમાં રાજ્યના કયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે?

અરવલ્લીના મેઘરાજ, ગીર સોમનાથના કોડીનાર અને સુત્રાપાડા, તેમજ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

Embed widget