જામનગર અને ધ્રોલમાં આજથી એટલે 18 જુલાઈથી આગામી 26 જુલાઈ સુધી પાનના ગલ્લા અને ચાની કીટલી ખોલવા પર કલેક્ટરે પ્રતિબંધ લાદી દીધો છે. જિલ્લામાં કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી બંધ રાખવા હુકમ કર્યો હતો.
આ જાહેરનામામાં જામનગર મહાનગરપાલિકા વિસ્તાર તેમજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં આવતી ચા, પાન, ગુટખાના વેચાણ કરતા લારી, ગલ્લા તેમજ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે આગામી 26 તારીખ સુધી બંધ રાખવાનો હુકમ કર્યો છે.