Jayesh Radadiya Visavadar by-election: વિસાવદર વિધાનસભા બેઠકની (Assembly Seat) આગામી પેટાચૂંટણીનો (By-election) માહોલ ગરમાયો છે ત્યારે, રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના (BJP) દિગ્ગજ નેતા જયેશ રાદડિયાએ સુરતથી (Surat) એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિસાવદરના ભાજપના ઉમેદવાર (BJP Candidate) કિરીટ પટેલ (Kirit Patel) સામે થઈ રહેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને વિરોધ પક્ષો (Opposition Parties) પર ચૂંટણીનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.

Continues below advertisement

રાદડિયાએ જણાવ્યું હતું કે, "એક અલગ મેથડથી કિરીટભાઈ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આક્ષેપો તમારાથી સાબિત થાય તો જ કરો. વિસાવદરની ચૂંટણીમાં અમુક ઉમેદવાર દ્વારા માહોલ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણીને ચૂંટણીની રીતે લડવી જોઈએ."

કિરીટ પટેલના કાર્યોની સરાહના

Continues below advertisement

જયેશ રાદડિયાએ કિરીટ પટેલના ભૂતકાળના કાર્યોની સરાહના કરતા જણાવ્યું હતું કે, "ભૂતકાળની અંદર જૂનાગઢ સહકારી બેંક (Junagadh Cooperative Bank) ખાડે ગઈ હતી. ખાડે ગયેલી બેંકને ૪૫૦૦ કરોડ રૂપિયાનો નફો કિરીટ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો. જૂનાગઢમાં (Junagadh) પાંચ લાખ રૂપિયા સુધીની ધિરાણની (Loan) વ્યવસ્થા ખેડૂતો માટે કરવામાં આવી."

તેમણે ઉમેર્યું કે, "સમાજની વાત આવે ત્યારે કિરીટ પટેલે જવાબદારી હંમેશા લીધી છે. કિરીટ પટેલે વ્યક્તિગત રીતે સમાજને ફાળો આપ્યો છે. તેવા વ્યક્તિ સામે આક્ષેપો થઈ રહ્યા છે, જે યોગ્ય નથી."

વિસાવદરના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપને મત આપવા અપીલ

રાદડિયાએ વિસાવદરના મતદારોને (Voters) અપીલ કરતા કહ્યું કે, "આ વખતે વિસાવદરને એક નવી તક મળી છે. વિસાવદરના ભવિષ્ય માટે ભાજપને મતદાન (Voting) કરવું જરૂરી છે. કિરીટભાઈના હસ્તે વિસાવદરનું મજબૂત નેતૃત્વ (Strong Leadership) મળવા જઈ રહ્યું છે."

તેમણે ભાજપની તાકાત પર ભાર મૂકતા કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટીની (Bharatiya Janata Party) દુકાન ક્યારેય બંધ થઈ નથી. હજારો કાર્યકરોની (Workers) ફોજ ભાજપ પાસે છે."

અંતે, રાદડિયાએ સુરત ખાતે રહેતા વિસાવદરના મતદારોને પણ ૧૯ તારીખ સુધી ચૂંટણીનો માહોલ હોવાથી વિસાવદર આવીને મતદાન કરવા વિનંતી કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, "જે લોકો વાતાવરણને બગાડવા આવ્યા છે, તેવા લોકોને વિસાવદર ભેસાણના (Bhesan) મતદારો પરત મોકલી દેશે."