શોધખોળ કરો

બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા

ભાવનગર SIT ની મોટી કાર્યવાહી: કલાકોની પૂછપરછ બાદ લોકગાયકના પુત્રની અટકાયત; મોબાઈલ કોલ ડિટેલ્સ અને આરોપીઓ સાથેના સંપર્કના આધારે કાવતરામાં સંડોવણી ખુલી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Jayraj Ahir Arrested: ભાવનગર (Bhavnagar) જિલ્લાના બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના પ્રકરણમાં આખરે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ મોટી કાર્યવાહી કરતા પ્રખ્યાત લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર (Jayraj Ahir) ની ધરપકડ (Arrest) કરી લીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી શંકાના દાયરામાં રહેલા જયરાજની SIT દ્વારા આજે ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સંતોષકારક જવાબો ન મળતા અને પુરાવાઓ વિરુદ્ધમાં જતા તેની અટકાયત કરવામાં આવી છે.

પૂછપરછ બાદ પોલીસ એક્શનમાં 

આજે બપોરે SIT દ્વારા જયરાજ આહીરને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે કલાકો સુધી ચાલેલી પૂછપરછના અંતે તપાસનીશ અધિકારીઓને જયરાજની સંડોવણી હોવાના પૂરતા પુરાવા (Evidence) મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા અન્ય આરોપીઓ અને જયરાજ વચ્ચે મોબાઈલ સંપર્ક (Mobile Contact) અને વાતચીત થઈ હોવાની વિગતો સામે આવતા આ ધરપકડ કરવામાં આવી છે.

મોબાઈલ ડેટાએ ખોલી પોલ 

ફરિયાદી નવનીત બાલધિયાએ અગાઉ દાવો કર્યો હતો કે હુમલાખોરો બનાવ સમયે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા. SIT ની તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ અને કોલ ડિટેલ્સ રેકોર્ડ્સ (CDR) મહત્વના સાબિત થયા છે. જેમાં હુમલાનું કાવતરું ઘડવામાં અને આરોપીઓને સૂચના આપવા બાબતે જયરાજની લિંક મળી હોવાનું મનાય છે.

૩ દિવસમાં બીજી વાર પૂછપરછ 

SIT દ્વારા આ કેસની તપાસ ખૂબ જ ઝીણવટભરી રીતે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર 3 દિવસ પહેલા જ જયરાજ આહીરને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સાડા ત્રણ કલાક સુધી મેરેથોન પૂછપરછ ચાલી હતી. ત્યારે જયરાજે મીડિયાને કહ્યું હતું કે, "SIT જ્યારે પણ બોલાવશે ત્યારે હું સહકાર આપવા હાજર રહીશ." જોકે, ટૂંકા ગાળામાં ફરીથી તેડું આવતા જયરાજની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં.

નવનીત બાલધિયાનો ધડાકો: "મારી પાસે 15 પુરાવા છે" 

ફરિયાદી નવનીત બાલધિયાએ SIT સમક્ષ હાજર થઈને દાવો કર્યો છે કે તેણે તપાસ ટીમને કુલ 15 જેટલા મહત્વના પુરાવા (Evidences) સોંપ્યા છે. બાલધિયાનો આક્ષેપ છે કે આ હુમલા પાછળનો મુખ્ય દોરીસંચાર જયરાજ આહીરનો જ છે. તેણે પોલીસ સમક્ષ માંગ કરી છે કે, "જ્યારે મારા પર હુમલો થઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓ વીડિયો કોલ (Video Call) પર કોની સાથે વાત કરી રહ્યા હતા તેની કોલ ડિટેલ્સ તપાસવામાં આવે તો સત્ય આપોઆપ બહાર આવી જશે."

શા માટે થયો હતો હુમલો?

આ સમગ્ર વિવાદ એક 'માફી વીડિયો' ને કારણે શરૂ થયો હતો. 29 December, 2025 ના રોજ નવનીત પર હુમલો થયો હતો. નવનીતના જણાવ્યા મુજબ, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટના ટ્રસ્ટી અંગે ખોટો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે નવનીતે ફોન કરીને જાણ કરતા માયાભાઈએ માફી માંગતો વીડિયો મોકલ્યો હતો. આ વાત માયાભાઈના પુત્ર જયરાજને પસંદ ન આવતા તેણે કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ છે.

Frequently Asked Questions

નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં કોની ધરપકડ કરવામાં આવી છે?

આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ પ્રખ્યાત લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરી છે.

જયરાજ આહીરની ધરપકડ કયા કારણોસર કરવામાં આવી છે?

SIT ની પૂછપરછ દરમિયાન જયરાજ આહીરના સંતોષકારક જવાબો ન મળ્યા અને પુરાવાઓ તેની વિરુદ્ધમાં જતા, તેમજ અન્ય આરોપીઓ સાથે મોબાઈલ સંપર્ક અને વાતચીતની વિગતો સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં SIT ની તપાસમાં કયા પુરાવા મહત્વના સાબિત થયા છે?

SIT ની તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ અને કોલ ડિટેલ્સ રેકોર્ડ્સ (CDR) મહત્વના સાબિત થયા છે. તેના દ્વારા હુમલાનું કાવતરું ઘડવા અને આરોપીઓને સૂચના આપવા બાબતે જયરાજની લિંક મળી હોવાનું મનાય છે.

આ હુમલાના કેસમાં અત્યાર સુધીમાં કેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે?

આ કેસમાં SIT અત્યાર સુધીમાં 13 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી ચૂકી છે. જેમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, સંજય ચાવડા જેવા શખ્સો સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'બાપુ' મોડા કેમ જાગ્યા ?
Hun To Bolish | હું તો બોલીશ | ગાય, ભેંસનું નહીં, યુરિયાનું દૂધ
Rivaba Jadeja: મંત્રી રિવાબા જાડેજા બાળકો સાથે ખો-ખો રમ્યા, વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું
Shankersinh Vaghela: સાણંદમાં દારૂની મહેફિલ પર દરોડા મુદ્દે શંકરસિંહના બેબાક બોલ
Bagdana Assault Case: નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીરને મળ્યા જામીન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
Owaisi vs Himanta:
Owaisi vs Himanta: "તમે 2 રૂપિયાના ભિખારી છો..." મંચ પરથી સિક્કો ઉછાળી ઓવૈસીનો આસામ CM પર કર્યા આકરા પ્રહાર
IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
'સૂર્યા' હીરો, બાકી પૂરી ટીમ ઈન્ડિયા 'ઝીરો', USA ના બોલરોનું શાનદાર પ્રદર્શન; ભારતે આપ્યો 162 રનનો લક્ષ્યાંક
'સૂર્યા' હીરો, બાકી પૂરી ટીમ ઈન્ડિયા 'ઝીરો', USA ના બોલરોનું શાનદાર પ્રદર્શન; ભારતે આપ્યો 162 રનનો લક્ષ્યાંક
Embed widget