Rain In Gujarat: આજે જૂનાગઢ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. ભારે વરસાદને પગેલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઉભી થઈ છે. આજે બપોરે 12 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે જેમાં જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યા જેવો ઘાટ ઘડાયો છે. આવો જાણીએ બપોરે 12 કલાક સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. આ તમામ આંકડા છેલ્લા છ કલાકના છે.

છેલ્લા છ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

માંગરોળમાં છ કલાકમાં સાડા અગિયાર ઈંચ વરસાદ

માળીયા હાટીનામાં છ કલાકમાં સાડા છ ઈંચ વરસાદ

પાટણ-વેરાવળમાં છ કલાક ચાર ઈંચ વરસાદ

વલસાડના વાપીમાં છ કલાકમાં ચાર ઈંચ વરસાદ

કેશોદમાં છ કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

સોજીત્રામાં છ કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

ઉમરેઠમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

જૂનાગઢમાં છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ

સુત્રાપાડામાં છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ

તારાપુરમાં છ કલાકમાં અઢી ઈંચ વરસાદ

સુરતના ચોર્યાસીમાં છ કલાકમાં બે ઈંચ વરસાદ

કપરાડામાં છ કલાકમાં બે ઈંચ વરસાદ

હાંસોટમાં ચાર કલાકમાં બે ઈંચ વરસાદ

વંથલીમાં છ કલાકમાં બે ઈંચ વરસાદ

આણંદમાં છ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ

ધ્રોલમાં છ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ

માતરમાં ચાર કલાકમાં દોઢ ઈંચ વરસાદ

ડેસરમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

પારડીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

વસોમાં છ કલાકમાં સવા ઈંચ વરસાદ

કાલાવડમાં છ કલાકમાં એક ઈંચ વરસાદ

કોડીનારમાં છ કલાકમાં એક ઈંચ વરસાદ

નડીયાદ અને વાગરામાં એક એક ઈંચ વરસાદ

 

વેરાવળ શહેરમાં અનેક સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઇ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. વેરાવળ-કોડીનાર ફોર ટ્રેક હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા હતા.

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના સોનારીયા ગામમાં આભ ફાટતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. હિરણ-2 ડેમના દરવાજા ખોલવામાં આવતા પાણી ગામમાં ઘૂસ્યા હતા. ગામ વચ્ચેની જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સોનારીયાની આસપાસના ગામડાઓ બેટમાં ફેરવાયા હતા.

ગીર સોમનાથમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી નદી,નાળા અને ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે. હિરણ-2 ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. ભારે વરસાદને પગલે હિરણ-2 ડેમના સાત દરવાજા ખોલાયા હતા.