જૂનાગઢ:  મજેવડી દરવાજા ખાતે થયેલ પથ્થરમારાના  મામલે પોલીસે 174 લોકોની અટકાયત કરી છે. પથ્થરમારાની ઘટનામાં પોલીસ કર્મી સહિત કેટલાક લોકોને ઇજા થઇ છે. જાણીએ શું છે સમગ્ર મામલો


જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહને હટાવવ માટે મહાનગરપાલિકા દ્રારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ ટોળું એકઠુ થયું હતું અને હોબાળો કર્યો હતો આ સમયે તોફાની તત્વોએ હોબાળો કરતા પથ્થરમારો પણ કર્યો હતો જેમાં પોલીસકર્મીને ઇજા પણ થઇ હતી. પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિના મોતના સમચાર છે.  હાલ શહેરમાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે..


રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનો સળગાવી દીધા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા અને લાઠીચાર્જ કરવો પડ્યો. હાલ આ વિસ્તારમાં ભારે તણાવ છે. મોટી સંખ્યામાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.


વલસાડમાં ઘરની દિવાલ ધરાશાયી થતા 3 મજૂરો દટાયા, એકનું ઘટનાસ્થળે જ મોત


બિપોરજોયને અસર ગુજરાતના અન્ય ભાગોમાં થઈ છે પરંતુ વલસાડ જિલ્લામાં એની આડકતરી અસર જોવા મળી હતી. જે પ્રમાણે ડીપ ડિપ્રેશન વધતું ગયું તેમ તેમ વલસાડ જિલ્લામાં પવન ફૂંકાતો રહ્યો હતો અને દરિયા કિનારે ઊંચા મોજા ઉછડવાની સાથે ભારે વરસાદ પણ પડ્યો હતો. હાલ વલસાડ જિલ્લામાં ઝાડ પાડવાની કે હોર્ડિંગ ફાટી જવાની ઘટનાઓ બની હતી. ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડતાં સતત વાતાવરણમાં પલટો થતો રહ્યો હતો.


તો બીજી  તરફ વલસાડના સેગવા ગામમાં એક મંજુરનું દીવાલ ધસી પડતા મોત નિપજ્યું છે. મજૂરો એક ઘરના જર્જરિત પતરા ઉતારી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. 06 મજૂરો પૈકી 03 મજૂરો નીચે પતરા ઉતારી મૂકી રહ્યા હતા ત્યારે અચાનક ઘરની દીવાલ ધસી પડતા 3 મજૂરો દબાય ગયા હતા. 3 પૈકી 1 મજુરનું મોત થયું જ્યારે 2 ઈજાગ્રસ્ત મજૂરોને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં નુકશાનીના સમાચારો સામે આવ્યા છે.