Amreli:  સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પેપર ફૂટવાને લઈ ભગવાન શ્રી રામને પત્ર  લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, સતાધારી લોકો રામના નામ ઉપર મદમસ્ત બનીને લોકોને ન્યાય અપાવવામાં નિષફળ નીવડ્યા છે. હવે તો ભગવાન શ્રી રામ તમે એક જ અમારા યુવાનોને બચાવી શકો છો.


પત્રમાં શું લખ્યું


પત્રમાં તેમણે લખ્યું છે, જયશ્રી રામ તમારા ચરણોમાં વંદન.... આજે પ્રભુ આપને પત્ર પાઠવવાની જરૂરિયાત એટલા માટે ઉભી થઈ છે કે ગુજરાતમાં ઘણા વર્ષોથી આપના નામ પર ચુંટાતી સરકાર શાસનમાં છે. ગુજરાતમાં લાખો બેરોજગાર યુવાનો છે.  જયારે જ્યારે પરીક્ષામાં પેપર આપવા જાય છે ત્યારે એક પેપર નવ નવ વખત લીક થાય છે. લોકશાહીમાં સત્તાધારી લોકો તમારા નામ પર મદમસ્ત બની લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. હવે બચાવી શકો તો ભગવાન શ્રી રામ તમેજ એક જ અમારા યુવાનોનો બચાવી શકો છે. ત્યારે આપના મારફત સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી મારી વિનંતી છે.


આપના અલ્પેશ કથીરિયાએ શું કહ્યું


સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આક્ર્મક મૂડમાં જોવા મળી રહ્યા છે. અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. આવેદન પત્ર આપ્ય બાદ, અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, કમિટીની રચના કરવા માંગ છે. આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ છે. ગ્રીષ્મા કેસમાં જે રીતે ફાંસી આપવામાં આવી એ જ રીતે ફાંસી આપવામાં આવે, અમારા 5 ધારાસભ્યોની આગેવાનીમાં જો સરકાર કામ કરશે તો પેપર નહિ ફૂટશે તેવો વિશ્વાસ છે. 5 રિટાયર્ડ જજ ની કમિટી બને તેવી માંગ છે. એટીએસ અને ક્રાઇમબ્રાંચની મિલી ભગત છે.


કોંગ્રેસે પણ કરી પ્રેસ કોન્ફરન્સ


પેપર ફૂટવા અંગે આજે કોંગ્રેસ પ્રેસ ફોન્ફરન્સ કરી હતી. જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. મેવાણીએ કહ્યું, ભરોસાની ભાજપ સરકારે ભરોસાની ભેંસ સમાન 20-22 મો પાડો જણ્યો છે. આ ભાજપ સરકાર વ્હાઇટ પેપર બહાર પાડે કે એમના કાર્યકાળમાં કેટલા પેપર ફુટ્યા, તેમાં કેટલા ગુના દાખલ થયા, કેટલા આરોપીઓ જેલમાં ગયા, કેટલા મુખ્ય સુત્રોધાર પકડાયા. નાની માછલીઓની ધરપકડ થઈ રહી છે, મોટા માથાઓ છુટી જાય છે. પેપર ફોડવાના કસુરવારો સામે કોઈ જ કાર્યવાહી નથી થતી. તેમણે તમામને જેલના સળીયા પાછળ મોકલવામાં આવે તેવી માંગણી કરી હતી. પહેલા જે લોકો પેપર ફોડતા હતા એ જ લોકો ફરી પકડાયા એટલે એ સાબિત થાય છે કે ઔપચારિકતા પૂરતી જ તપાસ થઈ રહી છે.. વારંવાર થતા પેપરલીક કાંડ મામલે SIT ની રચના કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી માગ છે.


નવસારી ABVP દ્વારા કલેકટરને અપાયું આવેદન પત્ર


જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવા બાબતે નવસારીમાં એબીવીપીએ  કલેકટરને આવેદન પત્ર આપી પરીક્ષાની નવી તારીખ સાથે વિવિધ માંગોને લઈને રજૂઆત કરી હતી.