Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના અનેક રાષ્ટ્રીય નેતાઓ હાલમાં ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. હાલમાં કોંગ્રેસના યુવા નેતા કનેયા કુમાર પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓ આજે બનાસકાંઠાના વડગામના બસુ ગામે કનૈયા કુમારે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં સભો સંબોધી હતી. મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી હતી. ઈવીએમ પર કનેયા કુમારે કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું કે, evm ટેકનોલોજીથી સ્લો થાય છે.


 



27 સાલવાળી સરકારને ચુનોતી આપો. જુથ અને લૂંટના મોડલનો પર્દાફાશ થશે. શામ, દામ, દંડ, ભેદ વડગામ બેઠક પર ભાજપે લગાવ્યો હતો. ભાજપની સામે બોલનારને ડરાવે છે અને ખોટા કેસ કરી જેલમાં મોકલે છે. ભાજપની દાળ કાળી છે. લોકોને ગુમરાહ કર્યા છે અને જાતિવાદ ફેલાવ્યો છે. કોંગ્રેસ છોડનાર પર કહ્યું, કચરો સાફ થાય છે.


અશોક ગેહલોતે કેજરીવાલને માર્યો ટોણો


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આ સમયે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે થશે. આ સમયે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે. અમદાવાદમાં ગેહલોતે પીએમ મોદી અને અરવિંદ કેજરીવાલ બંને પર નિશાન સાધ્યું હતું. એવું કહેવાય છે કે મોદીજીએ સોનિયાજી અને મનમોહન સિંહ અને રાહુલજી વિશે જે કહ્યું તે અમે પુનરાવર્તન કરવા માંગતા નથી. અમિત શાહે ગઈ કાલે 2002 વિશે શું કહ્યું, અમે આ બધું કહેવા માંગતા નથી. આ વખતે ગુજરાતમાં મોદીજીની આ બધી વાતો નહીં ચાલે. લોકો હવે સમજી ગયા છે. કેજરીવાલ માત્ર યુક્તિઓ કરે છે. હિમાચલમાં ચૂંટણી છોડીને ઓફિસ બંધ કરીને કેમ ભાગી ગયા? ગુજરાતમાં તમારું ભાગ્ય આ જ હશે. રાહુલજીની ભારત જોડો યાત્રાની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આ વખતે ગુજરાતમાં જનતા બદલો લેશે અને કોંગ્રેસની સરકાર બનશે.


દેવગઢ બારીયામાં AAP ને ઝટકો, 40 કાર્યકરો બીજેપીમાં જોડાયા


 દાહોદની  દેવગઢ બારીયા વિધાનસભા 134 બેઠક ઉપર રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ધાનપુર તાલુકાના પાવ ગામના 40 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરો આપને રામ રામ કરી કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો આવ્યો છે. મતદાનને આડે હવે બે દિવસનો જ સમય બાકી છે ત્યારે કાર્યકરોએ પાર્ટી છોડતા રાજકારણ ગરમાયું છે.









પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે તો બીજી તરફ બીજા તબક્કાના મતદાન પહેલા તમામ પાર્ટીઓ પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તો આજે પંચમહાલના ગોધરા ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઓચિંતી મુલાકાત રાજકારણ ગરમાયું છે. સીઆર પાટીલે ભાજપના સ્થાનિક હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તમને જણાવી દઈએ કે, બીજા ચરણમાં પંચમહાલ જિલ્લામાં મતદાન યોજવાનું છે. આ બેઠકમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ભાજપની સ્થિતિ અંગેની જાણકારી મેળવી તેમજ જરૂરી સૂચનો પણ સીઆર પાટીલે આપ્યા હતા. હવાઈ માર્ગે આવેલા ગોધરા આવેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે સ્થાનિક પદાધિકારીઓ સાથે 1 કલાક સુધી બેઠક કરી હતી. જો કે આ સમગ્ર બેઠકથી મીડિયાને દૂર રખાયું હતું.