કેરીના રસિયા માટે સારા સમાચાર છે. આ વર્ષે બહુ ઝડપથી બજારમા કેરીનું આગમન થઇ ગયું છે. રત્નાગીરી અને હાફૂસ કેરીનું પણ રાજકોટની અંદર આગમન થયું છે.


કેરીના રસિયા માટે સારા સમાચાર છે. આ વર્ષે બહુ ઝડપથી બજારમા કેરીનું આગમન થઇ ગયું છે. રત્નાગીરી અને હાફૂસ કેરીનું પણ રાજકોટની અંદર આગમન થયું છે. રાજકોટની બજારમાં કેસર કેરીનું આગમન થઇ ચૂક્યું છે. જો કે તલાલા ની કેસર કેરીને હજી થોડી વાર લાગશે.એક કિલો કેરીના ભાવ 700 થી 800 રૂપિયા છે. રત્નાગીરી અને હાફૂસ કેરીનું પણ રાજકોટની અંદર આગમન થઇ ગયું છે.
જોકે હાલમાં કેસર સહિતની કેરીના ભાવ હજુ આસમાને છે. જો કે ભાવ ઓછા થવાના હજું એક મહિના જેટલો મસય લાગશે. કેરીના વ્યસાય સાથે સંકળાયેલા લોકોનું મત મુજબ આ વર્ષે કેસર કેરીનું બમ્પર ઉત્પાદન થવાની પણ શક્યતાઓ છે. જેથી સમય જતાં કેરીનો ભાવ પણ વ્યાજબી થઇ શકે છે.


UP Weather Update: યુપીના આ વિસ્તારોમાં વરસાદ સાથે પડી શકે છે કરા, જાણો આજનું હવામાન


UP Weather News: ઉત્તર પ્રદેશમાં માર્ચ મહિનામાં જ એપ્રિલ અને મે મહિના જેટલી ગરમી પડનાર છે. સતત વધી રહેલા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. જો કે IMDએ હોળી પહેલા પશ્ચિમ યુપીના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે.


યુપીના આ વિસ્તારોમાં વરસાદ સાથે પડી શકે છે કરા


યુપીમાં ફેબ્રુઆરી મહિનામાં પણ છેલ્લા ઘણા વર્ષો કરતા આ વખતે વધુ તાપમાન નોંધાયું હતું. સૂર્યની ગરમીની આ પ્રક્રિયા સતત વધતી રહેશે અને ટૂંક સમયમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે. ઘણી જગ્યાએ ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ માટે લોકોને એલર્ટ કરતી વખતે ઘણી સલાહ આપવામાં આવી છે. બીજી બાજુ IMD એ હવામાન પલટાને કારણે શનિવારથી બુધવાર સુધી વાવાઝોડાં અને કરા પડવાની આગાહી કરી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિવસની શરૂઆત થોડી ઠંડી સાથે થઈ શકે છે, પરંતુ તે પછી ગરમી વધવા લાગશે. યુપીના તમામ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી નોંધાયું છે.









લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 18-20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી રહ્યું છે. દિવસ દરમિયાન ગરમી લાગે છે. નોઈડા અને પશ્ચિમ યુપીના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે યુપીના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની લખનૌમાં રવિવારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેશે.


વારાણસીમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે અને આકાશ સ્વચ્છ રહેશે. કાનપુરમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. અહીં પણ દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાશે.