ખેડાઃ ખેડા જિલ્લાની ઠાસરા બેઠકથી ધારાસભ્ય અને કૉંગ્રેસ ઉમેદવાર કાંતિ પરમારે ડાકોર પોલીસમાં નોંધાવી ફરિયાદ હતી. કાંતિ પરમારે આરોપ લગાવ્યો છે કે મતદાનના એક દિવસ પહેલા અજાણ્યા શખ્સે તેમને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


જેને લઇને કાંતિ પરમારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કાંતિ પરમારના કહેવા પ્રમાણે હું જીતી રહ્યો છું માટે વાતાવરણ ડહોળવા આવી હરકતો કરાય છે. ત્રણ દિવસ બાદ ફરિયાદ નોંધાવવા અંગે કાંતિ પરમારે કહ્યું હતું કે વાતાવરણ બગડે નહીં, એટલા માટે મતદાન પૂર્ણ થયા બાદ ફરિયાદ નોંધાવી છે.


Gujarat Election 2022: પોતાના ધારાસભ્યોને સાચવવા એક્શન મોડમાં આવી કોંગ્રેસ, જરૂર પડશે તો બીજા રાજ્યમાં મોકલવામાં આવશે


Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે. એવામાં ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે.  ગુજરાત કોંગ્રેસે પોતાના સંભવિત ધારાસભ્યોને સાચવવાની રણનીતિ ઘડી છે. આવતીકાલે આવનાર પરિણામ અંગે જિલ્લા અને ઝોન મુજબ જવાબદારી  સોંપાઈ છે. જીતનાર ધારાસભ્યોને સૌ પહેલા સાચવવાની જવાબદારી જિલ્લા દીઠ આગેવાનને સોંપાઈ છે. જિલ્લા બાદ ઝોન દીઠ આગેવાનને જવાબદારી સોંપાઈ છે.


જો પાતળી સરસાઇ આવે તો અપક્ષ અથવા અન્ય ધારાસભ્યોને લાવવાની પણ આગેવાનોને જવાબદારી સોંપાઈ છે.  રાષ્ટ્રીય કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ આવતીકાલે અમદાવાદમાં હાજર રહેશે. બીકે હરિપ્રસાદ અને મુકુલ વાસનીક આવતીકાલે અમદાવાદમાં હાજર રહેશે.  જરૂર પડે ચૂંટાયેલા ધારાસભ્યોને રાજ્ય બહાર લઈ જવાની પણ  વ્યવસ્થા કરાઈ છે.  જેમને જવાબદારી સોંપાઈ છે તેમને જે સૂચના મળે ત્યાં ધારાસભ્યોને પહોંચાડવાના રહેશે.


બીજેપીને આમ આદમી પાર્ટી હરાવી શકે છે: ગોપાલ ઈટાલિયા


દિલ્લી MCD માં આમ આદમી પાર્ટીને ભવ્ય જીત મળી છે.  તમને જણાવી દઈએ કે, છેલ્લા 15 વર્ષથી એમસીડીમાં બીજેપીની સત્તા હતી. હવે આમ આદમી પાર્ટીએ 134 બેઠક જીતી બીજેપીના વિજય રથને રોક્યો છે. આ જીત બદલ આમ આદમી પાર્ટી દિલ્લીથી લઈને ગુજરાત સુધી ઉજવણી કરી રહી છે.  તો બીજી તરફ સુરતમાં ગોપાલ ઈટાલિયાએ એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા વિજયને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.


આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, મહામંત્રી મનોજ સોરઠીયા અને અલ્પેશ કથીરીયા હાજર રહ્યા હતા.  આ અવસરે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, એક નાની પાર્ટીએ મોટી પાર્ટીને હરાવી છે. આ જીત માટે તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. આપ રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી રહી છે. દિલ્લી MCD ના પરિણામો એ સાબિત કરી બતાવ્યું છે કે બીજેપીને હરાવી શકાય છે