Kheda : ખેડાની સ્કૂલમાં ધર્મપરિવર્તન અંગે મોટા ખુલાસાઓ થયા છે. ગઈકાલે 21 ઓગષ્ટે ખેડા જિલ્લામાં આવેલી નવાગામ પાસેની અડાસણ પ્રાથમિક શાળામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ એક વિડીયો વાયરલ થયો હતો આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે બાળકોને આપવામાં આવેલ કલર પુરવાના ચિત્રોમાં અન્ય કોઈ ધર્મનું ચિત્ર દેખાતા હિન્દુ સંગઠનો જાગ્યા હતા અને તેમને ખેડા પોલીસને જાણ કરી હતી. ખેડા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પાંચ જેટલા વ્યક્તિઓની અટકાયત કરી હતી આ પાંચ વ્યક્તિઓમાંથી એક નાગરિક દક્ષિણ કોરિયાનો હતો. 


દક્ષિણ કોરિયાના નાગરિક સાથે અન્ય બીજા વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન ખેડા પોલીસને એવા કોઈ પણ પુરાવા ન મળ્યા કે જે ધર્મ વિરુદ્ધના હોય, માટે ખેડા પોલીસ દ્વારા પૂછપરછ કરી તેમને રવાના કર્યા હતા.


દક્ષિણ કોરિયાના વ્યક્તિએ શાળામાં શેડ બનાવી આપ્યો 
પરંતુ સવાલ એ ઉભો થાય કે રવિવારના દિવસે સરકારી પ્રાથમિક શાળામાં ચાલતી આવી પ્રવૃત્તિ કઈ રીતના ચલાવી શકાય અને જો ચાલતી હોય તો કોની પરમિશનથી ચાલે છે અને જો પરમિશન આપી હોય તો આવી કોઈ પરમિશન આપી શકાય ખરી ? 


ત્યારે આ શાળાના મહિલા આચાર્ય જયંતિકાબેન પટેલને પૂછતા તેમને જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાથી અન્ય એક વ્યક્તિ દ્વારા સાત વર્ષ પહેલા સ્કૂલના બાળકો માટે એક શેડ બનાવી  આપવામાં આવ્યો છે અને શેડ બનાવી આપનાર વ્યક્તિ સ્કૂલની અનેક વખત મુલાકાત લેતા હતા પરંતુ કોરોના કાળ દરમિયાન શેડ બનાવી આપનાર એ નાગરિક પરત તેમના દેશ ચાલ્યા ગયા.


મહિનામાં બે દિવસ શાળાની મુલાકાત લઇ શેડમાં પ્રવૃત્તિઓ કરાવતા 
ગઈકાલે પોલીસ ની પૂછપરછ દરમિયાન સાઉથ કોરિયાના નાગરિક આ સ્કૂલની મુલાકાત લેતા હતા પરંતુ રવિવારના દિવસે જ તે બાળકોને બોલાવી એ શેડ નીચે બેસાડી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતા હતા. રહી વાત શાળામાં આવેલા કેમ્પસનીતો આ શેડની ચાવી ગામના અન્ય એક વ્યક્તિની પાસે આપેલી જ હોય છે.


ચાવી આપવાનું મુખ્ય કારણ શાળા બંધ દરમિયાન શાળામાં આવતી અન્ય કોઈ ચીજ વસ્તુ મૂકવામાં સહેલાઈ રહે સાથે સાથે તેમને એ પણ સાથે સાથે તેમને એ પણ જણાવ્યું હતું કે મહિનામાં બે દિવસ આ વ્યક્તિઓ શાળાની મુલાકાત લઈ બાળકોને અન્ય પ્રવૃત્તિઓ કરાવતા હતા તેની જાણ એમને બીજે દિવસે શાળા માં આવીએ ત્યારે થતી હતી. 


શાળામાં ત્રાહિત વ્યક્તિના પ્રવેશ સામે અનેક સવાલો 
આ સમગ્ર મામલામાં શાળા સંચાલકોની ગંભીર બેદરકારી  કે કોઈ ત્રાહિત વ્યક્તિ શાળામાં પ્રવેશ કરે છે અને આવી પ્રવૃત્તિ કરતો હોય તો તેમને ઉપલા અધિકારીને કેમ જાણ ન કરી અને જો જાણ કરી હોય તો ઉપલા અધિકારીએ કેમ પગલાં ન લીધા. શાળાના આચાર્યએ જે રીત નો જવાબ આપ્યો તે જ રીતનો જવાબ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા મીડિયાને આપવામાં આવ્યો હતો.