નર્મદાઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન પણ કર્યા. નર્મદા જિલ્લામાં જે વિકાસ થઈ રહ્યો છે તેને વેગ મળતો રહે તેવી પ્રાર્થના નર્મદા નદીને કરી હતી. નર્મદા જિલ્લાનો પ્રવાસ સંગઠનના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. દરેક જિલ્લા અને તાલુકાના કન્વીનરો સાથે ખાટલા બેઠક કરવાનો હેતુ છે અને સંગઠન ને મજબૂત કારવાના ઉદ્દેશથી દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે.
આગામી વિધાનસભા માટે કહ્યું કે પાટીદાર સમાજ ભોળો સમાજ છે અને દરેક પક્ષ માં ફેલાયેલો સમાજ છે. ખોડલધામના નેજા હેઠળ કોઈ પક્ષ ની વાત કરવી એ વ્યાજબી ન ગણાય. કોઈ પણ સમાજના સારા ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાયને આવે તો ગુજરાતનું ભલું થાય. પાટીદાર સમાજ એક પક્ષ સાથે રહે એવું કદી બને નહીં. ચૂંટણીનો માહોલ બને ત્યારે નક્કી થશે કે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થશે કે શું થશે તે.
Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગ આપવા આજે રાજ્યની 8 મહાનગરપાલિકા માટે રૂપિયા 50 કરોડની ફાળવણી કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ફાળવણી કરવામાં આવી છે.
આ રકમમાંથી મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા, પાણી, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ જેવી ભૌતિક આંતરમાળખાકીય સુવિધા માટેના કામ હાથ ધરવામાં આવશે.મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો હાથ ધરાશે. મહાનગરોના વિકાસ માટે અત્યાર સુધીમાં રૂ.637.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
1) અમદાવાદ મહાનગરપાલિકાને રુ.18.53 કરોડ
2) સુરત મહાનગરપાલિકાને રૂ.15.12 કરોડ
3) વડોદરા મહાનગરપાલિકાને રૂ.5.67 કરોડ
4) રાજકોટ મહાનગરપાલિકાને રૂ.4.48 કરોડ
5) ભાવનગર મહાનગરપાલિકાને રૂ.2.09 કરોડ
6) જામનગર મહાનગરપાલિકાને રૂ.1.98 કરોડ
7) જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ.1.04 કરોડ
8) ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.1.07 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
વિવિધ આંદોલનોના હલ માટે સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી
રાજ્યમાં વિવિધ વર્ગ, સમુદાય, સરકારી કર્મચારી યુનિયનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યાં છે. આ નાગે હવે સરકાર સતર્ક થઇ છે. ગુજરાત સરકારે વિવિધ આંદોલનોના હલ માટે સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી છે. આ કમિટી આંદોલન કરી રહેલા કર્મચારીઓને સાંભળશે.
રાજ્યના કર્મચારીઓની પડતર માગોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી છે. કમિટીમાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રિજેશ મેરજાને આ કમિટીમાં સમાવાયા છે. આ સભ્યો રાજ્ય સરકારનાં કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરશે.
રાજ્યના ઘણા સંગઠનો આંદોલનરૂપે પોતાની માગણીઓ રજૂ કરી રહ્યાં છે. આ ઉપરાંત અનેક કર્મચારી સંગઠનોએ વિધાનસભામાં ભાજપ વિરોધી મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે કર્મચારીઓમાં ફેલાયેલી એન્ટી ઇન્કમબન્સીને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરવામાં આવી છે.